DANG

નવસારી: પ્રભારીમંત્રીશ્રી કનુભાઇ દેસાઇએ વરસાદ અતિવૃષ્ટિની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નાણા મંત્રી અને નવસારી જિલ્લાના પ્રભારીમંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ નવસારી જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિ-ભારે વરસાદની સ્થિતીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક સરકીટ હાઉસ નવસારી ખાતે યોજી હતી.
પ્રભારી મંત્રી શ્રી કનુભાઇ દેસાઇએ બેઠકમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં રસ્તા, વીજળી, પાણી પૂરવઠો, આરોગ્ય તેમજ ખેતીની જમીનની સ્થિતીની સંપૂર્ણ વિગતો મેળવી હતી.
તેમણે એમ પણ જણાવ્યું કે જ્યાં વ્યાપક વરસાદ થયો છે ત્યાં ખેડૂતોને પીવાના પાણીની કોઇ સમસ્યા ન રહે એ દિશામાં પણ સરકાર સક્રિય છે.

પ્રભારી મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જિલ્લામાં  માર્ગ અને મકાન રાજય હસ્તકના અને માર્ગ અને મકાન પંચાયત હસ્તકના હાઇવે અને ગ્રામીણ માર્ગો મળી ૧૩૧ જેટલા રસ્તાઓને જે વરસાદી અસર પડી છે તેનું મરામત કાર્ય પણ માર્ગ-મકાન વિભાગે ત્વરાએ હાથ ધરી મોટાભાગના રસ્તાઓ પુનઃ કાર્યરત થઇ ગયા છે.
આ બેઠકમાં નવસારી ધારાસભ્યશ્રી રાકેશભાઇ દેસાઇ, જલાલપોર ધારાસભ્યશ્રી આર.સી.પટેલ, ગણદેવી ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ, જિલ્લા કલેકટરશ્રી અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ઋષિકેશ ઉપાધ્યાય, પ્રાયોજના વહિવટદાર શ્રી આનન્દુ સુરેશ,  જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ભુરાભાઇ શાહ, નવસારી નગરપાલિકા પ્રમુખશ્રી જીગીશભાઇ શાહ, નિવાસી અધિક કલેકટરશ્રી કેતન જોશી, પ્રાંત અધિકારીશ્રી આર.આર.બોરડ, પ્રદેશ મંત્રીશ્રી શીતલબેન સોની સહિતના પદાધિકારીઓ, અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button