ફતેપુરા આર્ટસ કોલેજ ખાતે લેખક સાહિત્યકાર ઉમાશંકર જોશી ની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી


વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તા-૨૧/૦૭/૨૦૨૩
ફતેપુરાના ઉખરેલી રોડ પર આવેલ આર્ટસ કોલેજ ખાતે લેખક અને સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મ જયંતી નિમિત્તે ઉજવણી કરવામાં આવી હતી સાહિત્યકાર ઉમાશંકર જોશીની જન્મ જયંતિ ની ઉજવણી નિમિત્તે પશ્ચિમ રેલવેના ડિરેક્ટર રિતેશભાઈ પટેલના હસ્તે દીપ પ્રાગટાવી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓ દ્વારા ઉમાશંકર જોશી ની જન્મ જયંતી નિમિત્તે વ્યાખ્યાન અને ગઝલો પ્રસ્તુત કરવામાં આવી હતી આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપલ ચરપોટ સાહેબ પ્રોફેસર પિયુષભાઈ પરમાર અને રીતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા રીતેશભાઈ પટેલે વિદ્યાર્થીઓને સંબોધીન ઉમાશંકર જોશીના જીવન ચરિત્ર નો ચિતાર રજૂ કરી વિદ્યાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવી સારા શિક્ષકો અને પ્રધ્યાપકોના ભરપૂર નોલેજનો લાભ લઈ જીવનમાં ઉચ્ચ શિખર પર પહોંચી સારી પદ પ્રતિષ્ઠા નોકરી મેળવવા વિદ્યાર્થીઓને આહવાન કર્યું હતું કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રે ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રગાન ગઈ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી








