SABARKANTHA

જિલ્લામાં મોટર સાયકલ અને ટુ વ્હીલર જાહેર જગ્યાએ બિનવાસી મુકવા નહીં

જિલ્લામાં મોટર સાયકલ અને ટુ વ્હીલર જાહેર જગ્યાએ બિનવાસી મુકવા નહીં

*****

 

આતંકવાદીઓ દ્વારા સાયકલો તથા ટુ વ્હીલર વાહનો ઉપર સ્ફોટક પદાર્થો રાખી ભીડભાડવાળી જગ્યાાઓમાં બોમ્બ બ્લાસ્ટો કરી આતંકવાદી/ત્રાસવાદી કૃત્યોને અંજામ આપવામાં આવે છે. જાહેર વ્યવસ્થા , શાંતિ,સલામતી અને દેશની સુરક્ષા માટે જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટરશ્રી નૈમેષ દવેએ સમગ્ર જિલ્લામાં મોટર સાયકલ, સ્કુટર, ટુ વ્હીલર તથા અન્ય વાહનો જાહેર જગ્યાએ કોઇની દેખરેખ વિના મુકવા નહીં તે અંગે જાહેરનામુ બહાર પાડ્યુ છે. સાબરકાંઠા જિલ્લામાં ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ-વ્હીલર વાહનો જાહેર રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર કોઈ વ્યકિતની દેખરેખ સિવાય બિનવારસી મુકવા નહીં.આવા ટીફીન બોકસ કે અન્ય કોઈ સામાન સાથેના સાયકલ તથા ટુ–વ્હીલર વાહનો બીનવારસી હાલતમાં મળી આવશે તો પોલીસ તપાસ અર્થે કબજે લઈ શકાશે.આ હુકમ તા. ૩૦ ઑગસ્ટ ૨૦૨૩ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button