વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં પતિ બે દિવસથી કામ પર ગયો ન હતો.જેના કારણે પત્ની સાથે બોલાચાલી થતા પત્નીએ કુહાડીના ઘા ઝીંક્યા અને જાનથી મારી નાખવાની ધમકી આપી..
પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં પીપલઘોડી ગામમાં રહેતા રાજુ લાસુભાઈ ગાવિતની પત્ની કમળીબેને તેમને પૂછ્યુ હતુ કે,ખેતી કામ કરવા કેમ નહી જતા ? ત્યારે પતિએ કહ્યુ હતુ કે,ખેતી નહી કરવી તારે શુ છે ? તેમ કહેતા પત્ની એકદમ ઉશ્કેરાઇ ગઈ હતી અને અપશબ્દો – ગાળો આપી શરીરે ઢીક્કા પાટુ નો માર માર્યો હતો.તેમજ પત્નીએ ઘરમાંથી કુહાડી લઇ આવી પતિને ગળાના ભાગે કુહાડીના ઘા ઝીંક્યા હતા.જે બાદ બૂમાબૂમ થતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.ત્યારે પત્નીએ કહ્યુ હતું કે,આજે તો બચી ગયો છે પરંતુ બીજી વખત જાનથી મારી નાખીશ. ત્યારબાદ પીડિત પતિને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગેની ફરિયાદ આહવા પોલીસ મથકે નોંધાતા આહવા પોલીસની ટીમે ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે..








