
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગ્રામીણ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્કૃત અને બેન્ક ઓફ બરોડા સંચાલિત આહવાના બરોડા સ્વરોજગાર તાલીમ સંસ્થાન, તથા ડાંગ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સંયુક્ત ઉપક્રમે 30 દિવસીય બ્યુટી પાર્લર તાલીમ વર્ગ શરૂ કરાયો છે.
આ બ્યુટી પાર્લર તાલીમ વર્ગનુ ઉદ્ઘાટન લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી સજલ મેડ્ડા, બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાનના ડાયરેક્ટ શ્રી રાજેશ.વી.પાઠક, ટ્રેનર હેતલબેન, ફેકલ્ટી રંજનબેન વિગેરેના હસ્તે કરવામા આવ્યુ હતુ.
આ તાલીમમા ડાંગ જિલ્લાની કુલ 33 મહિલાઓ ભાગ લઇ રહી છે. લિડ ડિસ્ટ્રિક્ટ મેનેજર શ્રી સજલ મેડ્ડા દ્વારા તાલીમ મેળવ્યા બાદની વિવિધ રોજગારીની તકો બાબતે તાલીમાર્થીઓને વિસ્તૃત જાણકારી અને માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ.
[wptube id="1252022"]