KUTCH

આરક્ષણ બચાવ મંચ ગુજરાત સંકલન કચ્છ જીલ્લા તરફથી લડત કલેક્ટરને આવેદનપત્ર દ્વારા સરકાર અને ન્યાયાલય સમક્ષ રજૂઆત થકી શુભારંભ.

14-જુલાઈ

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ

ભુજ કચ્છ :- અનામત બચાવો – મંચ ગુજરાત સંલગ્ન કચ્છ દ્વારા  અનુસૂચિત સમાજ – ગુજરાત સંલગ્ન કચ્છ જિલ્લાના અનુસુચિત સમાજના અગ્રણીઓ દ્વારા અનામત બચાવો મંચના બેનર નીચે કલેકટર શ્રી કચ્છને આવેદનપત્ર આપ્યું હતું. અનુસૂચિત સમાજના અગ્રણીઓમાં ઉપસ્થિત રાજેશભાઈ ભરાડીયા,હરજીવનભાઈ મારવાડા,અશોકભાઈ ધેડા, કેશવજીભાઈ રોશિયા, કિશોરભાઈ દાફડા તથા કબીર મંદિર મહંત શ્રીકિશોર દાસજી,શંકરભાઈ કુંવટ વગેરે આગેવાનોના માધ્યમથી જણાવેલ કે અનુસૂચિત સમાજમાંથી ધર્માંતરિત થયેલા ખ્રિસ્તી અને મુસ્લિમ સમાજને અનામતનો લાભ ન મળે આ અન્વયે બંધારણ રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકર ના અથાગ પ્રયાસોથી અનામતનો લાભ આઝાદીથી એસ.સી. એસ.ટી .સમાજ ને મળતો રહ્યો છે.આ લાભ મેળવવા ધર્માંતરિત થયેલા મુસ્લિમ અને ખ્રિસ્તીઓએ માનનીય સર્વોચ્ચ અદાલતમાં કેવિયટ દાખલ કરી અનામતની માંગ કરેલ છે જે ગેરવ્યાજબી માંગ લઈને કોર્ટ સમક્ષ ગયા છે.તેમજ હાલ આ બાબત સુપ્રીમ કોર્ટમાં માનનીય કે.જી. બાલકૃષ્ણ આયોગની પીઠ માં સુનાવણી ચાલુ હોય, માનનીય સર્વોચ્ચ ન્યાયાલય ને અમો સમાજ વતીથી આગ્રહ પૂર્વક વિનંતી કરીએ છીએ કે આ અન્વયેનો લાભ માત્ર અને માત્ર અનુસુચિત જાતિ,જનજાતિના ભાઈ – બહેનોને જ મળવો જોઈએ નહીં કે ધર્માંતરિત થયેલા ખ્રિસ્તી અને મુસ્લિમોને આનો લાભ સદંતર ન મળે અને જો ભવિષ્યમાં એમના તરફે ચુકાદો આવશે તો એસ.સી. એસ.ટી. સમાજને બંધારણીય રીતે મળતા લાભો ઉપર હનન થશે જે ગેર બંધારણીય છે.એવી રજૂઆત અનેક સામાજિક આગેવાનોની ઉપસ્થિતિમાં કલેકટર શ્રીકચ્છના માધ્યમથી સરકારશ્રી તથા કે.જી. બાલકૃષ્ણ આયોગ, સર્વોચ્ચ ન્યાયાલયને આવેદન પત્ર સ્વરૂપે કરી હતી. ઉપસ્થિત અનુસૂચિત સમાજના આગેવાન શ્રીઓમાં અશોકભાઈ ધેડા કંડલા કોમ્પ્લેક્સ પ્રમુખ, જીવરાજભાઈ ભાંભી મહામંત્રી શ્રી કંડલા કોમ્પલેક્ષ,હીરાભાઈ ધુવા કાર્યકારી પ્રમુખશ્રી કંડલા કોમ્પ્લેક્સ,,ભરત ગરવા ગરવા સમાજ પ્રમુખ, જગદીશભાઈ દાફડા, પ્રમુખ કારુંભા યાત્રાસંઘ, કરસનભાઈ દનિચા સેક્ટર 7 મહેશ્વરી સમાજ પ્રમુખ, પચાણભાઈ વીરા સંજોટ અખિલ કચ્છ વણકર મારવાડા સમાજ કચ્છ,પ્રહલાદભાઈ ઠોઠીયા,પ્રતાપભાઈ ગરવા ,અમૃતભાઈ ગરવા,અભિષેકભાઈ ગરવા,અશોકભાઈ હાથી,શામજીભાઈ વાણિયા,દિપક ભાઈ બોખાણી,પ્રકાશભાઈ મહેશ્વરી,રવજીભાઈ સીજુ,વીરાભાઇ મારવાડા બન્ની પચ્છમ મારવાડા સમાજ અગ્રણી,રાજુભાઈ દાફડા,પ્રેમજીભાઈ રોશિયાં,પુનમભાઇ દનીચા,પુનમભાઇ ભરાડિયા, ખીમજીભાઈ રોલા,મુકેશભાઈ માતંગ, હમીરભાઇ બડગા,કેશાભાઈ ગોરડિયા વગેરે સામાજિક રાજકીય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપેલ હતું.

[wptube id="1252022"]
Back to top button