
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સુબીર તાલુકાનાં લહાન ઝાડદર ગામે શેપુઆબા ગ્રામ પંચાયતનાં સરપંચ દ્વારા વિકાસકીય કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાંનો દુરોપયોગ કરતો હોવાની ફરીયાદ સ્થાનિકો કરી રહ્યા છે.
મળતી માહિતી મુજબ રાજ્ય સરકાર દ્વારા ગામડાંનો સર્વાંગી વિકાસ માટે દરેક ગ્રામ પંચાયતને ગ્રામ સભામાં લોકોને જરૂરિયાત અનુસાર વિકાસ કામો કરવા ભાર મુકવામાં આવ્યો છે પરંતુ સુબીર તાલુકાનાં લહાન ઝાડદર ગામે ૧૫મુ નાણાપંચ યોજના અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે પેવર બ્લોક ની કામગીરી કરી વિકાસકીય કામોમાં ભારે ગોબાચારી આચરાઇ હોવાનું જણાય રહ્યું છે.
લહાન ઝાડદર ગામે નીચલા ફળિયામાં વષૅ ૨૦૨૨/૨૩ માં ૧૫મુ નાણાં પંચ અંતર્ગત લાખો રૂપિયાના ખર્ચે મેન રસ્તાથી અનીલ ભાઇના ઘર સુધી પેવર બ્લોકની કામગીરી કરવામાં આવી હતી પહેલા વરસાદમાં જ પેવર બ્લોક નીચે દબાઈ જઇ બેસી જતા પેવર બ્લોકનો રસ્તો ઉબડખાબડ બની જતા સરપંચની
કામગીરી ભ્રષ્ટાચારનો ઉત્તમ ઉદાહરણ પ્રસ્તુત કર્યો છે.જેથી આ ગામ આંતરિયાળ વિસ્તારમાં હોવાથી નબળી અને ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સરપંચોને મોકળું મેદાન મળી જતુ હોય એના લીધે વિકાસકીય કામો એક વર્ષ પણ નહિ ટકતા સરકાર ના લાખો રૂપિયા પાણીમાં જતાં હોય છે જેથી આવી નબળી કામગીરી થવાથી સ્થાનિય લોકો ને એક વર્ષ પણ ઉપયોગમાં ન આવતા સ્થાનિકો રોષે ભરાઇ આ નબળી થયેલ કામગીરીના સંદર્ભે સુબીર તાલુકા વિકાસ અધિકારી આ શેપુઆબા ગ્રુપ ગ્રામ પંચાયત માં થયેલા વિકાસકીય યોજનાઓની તળીયા ઝાટક તપાસ હાથ ધરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે.