BANASKANTHA

વિજય વિદ્યામંદિર દાંતીવાડામાં તમાકુ નિયંત્રણ વક્તુત્વ સ્પર્ધા સ્પર્ધા યોજાઈ

12 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ હેઠળ તમાકુ થી થતા નુકશાન શાળા યે જતા બાળકો ને માર્ગદર્શન મળી રહે તેમજ બાળકો તમાકુ તેમજ વ્યસન થી દુર રહે અને પોતાના પરિવાર ને પણ આ વ્યસન થી દુર રાખે તે હેતુ થી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તારીખ 11 જુલાઈ 23 ને મંગળવારે માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ જયેશ પટેલ.જિલ્લા મલેરીયા ઓફિસર ડૉ. જીજ્ઞેશ હરિયાણી.તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડૉ .બી બી ભેદરું. મેડિકલ ઓફીસર દાંતીવાડા ડૉ દિલીપ દરજીના માર્ગ દર્શન હેઠળ જિલ્લા ટીમ શ્રી સોશીયલ કાર્યકર શ્રી અનિલભાઈ રાવલ તાલુકા હેલ્થ ઓફીસ દાંતીવાડા ના પ્રા.આ કે દાંતીવાડા દ્વારા તારીખ 11-07-2023 ના રોજ વિજય વિદ્યા મંદિર હાઇસ્કુલ દાંતીવાડા માં તમાકુ નિષેધ કાર્યક્રમ અંતર્ગત વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના અને મહેમાનોના સ્વાગતથી કરવામાં આવી હતી .તેમજ સ્ટાફ શિક્ષકો દ્વારા વિષય વસ્તુ અનુરૂપ તૈયારી કરાવીને શાળાના બાળકોએ તમાકુના સેવનથી થતા શારીરિક, માનસિક, આર્થિક સામાજિક નુકશાન ને બાળકો દ્વારા સારી રીતે સમજાવવામાં આવ્યું. શાળાના આચાર્યએ પોતાના વક્તવ્યમાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે વસ્તી વધારોની સમસ્યા તેમજ વિવિધ વ્યસનોથી મુક્ત થવાની સુંદર છણાવટ કરી હતી તેમજ ડૉ જીજ્ઞેશ હરિયાણી દ્વારા બાળકોને વ્યસનના કરવા સંદેશ આપવામાં આવેલ. વકતૃત્વ સ્પર્ધામાં ટોટલ ૧૧ બાળકો યે ભાગ લીધો હતો તેમાં પ્રથમ ત્રણ નંબર ને ઈનામ વિતરણ તેમજ અન્ય ૮ બાળકો ને પણ પ્રોત્સાહન રૂપે ઈનામ જિલ્લા આરોગ્ય ટીમ વતી આપવામાં આવેલ. તેમજ આરોગ્ય સ્ટાફ તેમજ શાળાના ૩૨૦ બાળકોએ વકૃત્વ સ્પર્ધા ને સાંભળી ને વ્યસન ન કરવા પ્રતિજ્ઞા લીધેલ .સમગ્ર કાર્યક્રમનો સંચાલન શિક્ષક શ્રી પી જે દેસાઈએ કર્યું હતું. કાર્યક્રમના સુંદર આયોજન બદલ આચાર્ય શ્રી એ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button