SABARKANTHA

ઈડર ટીડીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઈડર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ

ટીડીઓના રોમેન્ટીક મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયાં , ઈડરના ટીડીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક પગલાં લેવા આવેદનપત્ર અપાયુ

– મેડમ મેસેજ કરશો, તમારી બહુ જ યાદ આવે છે… બ્લારામાં સારી નાઈટી, કેપરી, ટીશર્ટ લેતા આવશો, બુધવારે મારા ઘરે આવવા અનુકુળતા છે મેડમ ? જેવા મેસેજનો સમાવેશ થાય છે

– સમગ્ર મામલે ટીડીઓએ તેમના સ્ક્રીનશોટ સાથે ચેડાં થયા હોવાનુ કહીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો

– ટીડીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઈડર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકા વિકાસ અધિકારીએ તેમની ઓફિસની મહિલા કર્મીને કરેલા રોમેન્ટીક મેસેજના સ્ક્રીનશોટ તાજેતરમાં સોશ્યલ મીડીયામાં વાયુવેગે પ્રસરી જતા માત્ર ઈડર પંથકની સરકારી કચેરીઓમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ જ નહીં પરંતુ સમગ્ર સાબરકાંઠામાં તેના ઘેરા અને આકરાં પ્રત્યાધાત પડ્યા હોવાનો માહોલ સર્જાયો છે, ત્યારે સોમવારે ઇડર તાલુકા કોંગ્રેસ સમિતિ પણ આકરાં પાણીએ થઈ છે ઇડર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી મહિલાઓ સાથે અણછાજતું વર્તન અને મેસેજ કરનાર રંગીન મિજાજી ટીડીઓ અને મહિલા સહકારી કર્મચારી વિરૂધ્ધ શિક્ષાત્મક પગલાં લેવાની માંગ કરાઈ છે.

— મેડમ મેસેજ કરશો, તમારી બહુ જ યાદ આવે છે… બ્લારામાં સારી નાઈટી, કેપરી, ટીશર્ટ લેતા આવશો, બુધવારે મારા ઘરે આવવા અનુકુળતા છે મેડમ ? જેવા મેસેજનો સમાવેશ થાય છે

ઈડર સહીત સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં ટોક ઓફ ધ ટાઉન બનેલી રંગીન મિજાજી ટીડીઓ ની વર્તણૂક ની આ ઘટનાને મામલે ઈડર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રામભાઈ સોલંકી, એકતાબેન પટેલ, મુકેશભાઈ પરમાર, શૈલેષભાઈ પંડયા, નિરૂબેન પંડયા સહિત અન્ય અગ્રણીઓના જણાવાયા મુજબ તાજેતરમાં ઈડર તાલુકા પંચાયતના વિકાસ અધિકારી દિનેશ પટેલ દ્વારા તેમની જ ઓફિસના વોટસઅપ ગ્રુપમાં મહિલા કર્મચારીને અભદ્ર મેસેજ મોકલ્યા હતા. જેમાં તેઓએ મેડમ મેસેજ કરશો, તમારી બહુ જ યાદ આવે છે… બ્લારામાં સારી નાઈટી, કેપરી, ટીશર્ટ લેતા આવશો, બુધવારે મારા ઘરે આવવા અનુકુળતા છે મેડમ ? જેવા મેસેજનો સમાવેશ થાય છે. જે ગમે તે કારણસર સોશ્યલ મીડીયામાં તેના સ્ક્રીનશોટ વાયરલ થતાં તેના ઈડર અને સાબરકાંઠા જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા.
ટીડીઓ વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઈડર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે

સમગ્ર મામલો ડીડીઓ સુધી પણ પહોંચી ગયો હતો પરંતુ ડીડીઓએ પણ આ મામલે કંઈ જ કાર્યવાહી કરવાના બદલે શંકાસ્પદ રીતે સમગ્ર મામલે ભેદી મૌન સેવી લેતા આખરે સરકાર સુધી ફરીયાદ પહોંચે અને ભવિષ્યમાં કોઈ સરકારી કર્મચારી મહિલાઓ સાથે અસભ્ય વર્તન ન કરે તે માટે દાખલો બેસે તે આશયથી તટસ્થ તપાસ કરી તાલુકા વિકાસ અધિકારી વિરૂધ્ધ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની ઈડર તાલુકાના કોંગ્રેસ સમિતિ દ્વારા માંગ કરાઈ છે.

— સમગ્ર મામલે ટીડીઓએ તેમના સ્ક્રીનશોટ સાથે ચેડાં થયા હોવાનુ કહીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો

રંગીન મિજાજી ટીડીઓના રોમેન્ટીક મેસેજ સોશ્યલ મીડીયામાં વાયરલ થતાં સમગ્ર જિલ્લામાં ઘેરા પ્રત્યાઘાત પડયાં હોવા છતાં સમગ્ર મામલે ટીડીઓએ તેમના સ્ક્રીનશોટ સાથે ચેડાં થયા હોવાનુ કહીને પોતાનો લૂલો બચાવ કર્યો હતો. દરમ્યાન ઈડરના શહેરીજનોએ કહ્યુ હતુ કે જો સ્ક્રીનશોટ સાથે ચેડાં થયા હોય તો ટીડીઓએ સાયબર ક્રાઇમમાં ફરીયાદ નોંધાવીને એફએસએલમાં સ્ક્રીનશોટ મોકલીને સત્ય બહાર લાવવું જોઈએ. જો ટીડીઓ એમ નહી કરે તો નક્કી તેઓએ શરમ નેવે મુકીને તેમના હોદ્દાની ગરીમાને લજવી દીધી છે તે સાબિત થઈ જશે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button