DAHOD
દાહોદ ટાઉન વિસ્તારનો છેલ્લા બે વર્ષથી ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી દાહોદ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો

તા.૧૧.૦૭.૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
છેલ્લા બે વર્ષથી દાહોદ ટાઉન વિસ્તારના ઠગાઈના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને વડોદરા ખાતેથી દાહોદ એ ડિવિઝન પોલીસે ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી જાણવા મળે છે.
દાહોદ જિલ્લા પોલીસઅધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાની તમામ પોલીસ દ્વારા હાલ અનેક ગુન્હાઓને શોધી કાઢવા માટે કામગીરી કરી રહી છે ત્યારે દાહોદ એ ડિવિઝન પોલીસને મળેલ બાતમી ના આધારે છેલ્લા બે વર્ષથી દાહોદ વિસ્તારના ઠગાઈના ગુનામાં નાસ્તો ફરતો આરોપી દિલીપભાઈ ઉર્ફે સોનુ ત્રિકમલાલ શર્મા (રહે. સરસ્વતી નગર, દેલસર તા. જી. દાહોદ) વડોદરા ખાતે હોવાનું પોલીસને જાણવા મળતા પોલીસ વડોદરા ખાતે પહોંચી ગઈ હતી અને તેના આશ્રય સ્થાનેથી દાહોદ એ ડિવિઝન પોલીસે ઈસમને ઝડપી પાડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
[wptube id="1252022"]








