SABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર

 

સાબરકાંઠા જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર થવાથી ખેડૂતોમાં ખુશાલી જોવા મળી છે. સાથે જ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહીના પલગે આજે ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને લઈ વહિવટી તંત્ર એલર્ટ મોડમાં છે.

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે.જેમાં સાંજના ચાર વાગ્યાની સ્થિતિએ ઇડર તાલુકામાં સૌથી વધુ ૧૪૬ મી.મી અને સૌથી ઓછો પોશીનામાં ૩૬ મી.મી વરસાદ નોંધાયો છે. જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહીના પગલે ધોધમાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે. હજુ પણ વરસાદની સંભાવનાઓ સેવાઇ રહી છે. સાબરકાંઠા જિલ્લાના ચાર વાગ્યાની સ્થિતિએ ખેડબ્રહ્મામાં ૫૬ મી.મી, વિજયનગરમાં ૫૨ મી.મી, વડાલીમાં ૪૫ મી.મી, હિંમતનગરમાં ૭૫ મી.મી, તલોદમાં ૧૩૯મી.મી,ઇડરમાં ૧૪૬ મી.મી અને પ્રાંતિજમાં ૯૯,પોશીનામાં ૩૬ મી.મી વરસાદ નોંધાયો છે.

જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button