BANASKANTHAPALANPUR

કમલ વિદ્યામંદિર ભૂતેડી ખાતે ભારત‌ વિકાસ પરિષદ, પાલનપુર દ્વારા ગુરુવંદન- છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજાયો

10 જુલાઈ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુર તાલુકાના ભૂતેડી ખાતે ભારત વિકાસ પરિષદ પશ્વિમ શાખા દ્વારા આજે ગુરુવંદન છાત્ર અભિનંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં સંસ્થાના મંત્રી મહેશભાઈ પ્રજાપતિ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં ભારત વિકાસ પરિષદ ના સંયોજક દિપકભાઈ આકેડીવાલા એ ભા.વિ.પ.વિશે માહિતી પૂરી પાડી ત્યારબાદ ગરુ મહિમા વિશે દુર્ગેશ ભાઈ કેલા એ સુંદર વક્તવ્ય આપ્યું.ભા.વિ.પ તરફથી શ્રી એસ.ડી. વ્યાસ નું પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું આ સાથે શાળા ના પ્રવૃતિઓ ભાગ લેનારા શ્રેષ્ઠ બાળકો ને પણ પ્રમાણપત્રો આપવામાં આવ્યા. શાળામાં બાળકો તથા ગુરુઓ માટે નો ગુરુ વંદના છાત્ર વંદના કાર્યક્રમ યોજાયો અને અંતે મીનાબેન આકેડીવાળા એ બાળકોને પ્રતિજ્ઞા વાંચન કરીને બાળકોને પ્રતિજ્ઞા લેવડાવી. આ કાર્યક્રમ માં સમગ્ર સ્ટાફ મિત્રોએ સહકાર આપ્યો હતો તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ફલજીભાઈ ધરિયા એ કરેલ હતુ.

[wptube id="1252022"]
Back to top button