વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગના પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહજી જાડેજા તરફથી મળેલી એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર, સુબીર તાલુકાના ખાંભલા (નિશાળ ફળિયું) ગામેથી એક ૧૯ વર્ષિય યુવતિ ગુમ થવા પામી છે.
ગત તા. ૨૩/૦૬/૨૦૨૩ ના રોજ સવારે ૯ થી ૧૧:૪૫ કલાક દરમિયાન ગુમ થયેલી આ યુવતિની ઊંચાઈ ૫’×૨, પાતળો બાંધો, ઘઉં વર્ણ, વાળનો રંગ કાળો, આંખોનો રંગ કાળો, ચહેરો લંબગોળ છે. તેણીના જમણા હાથની ક્લાઈના ભાગે અંગ્રેજીમાં ‘M’ ત્રોફાવેલ છે.
ગુમ થઈ તે વેળા આ યુવતીએ લાલ કલરનો પંજાબી ડ્રેસ પહેરેલ હતો. તે ગુજરાતી અને ડાંગી ભાષા બોલે છે.
મનીષા શૈલેષભાઈ ચૌધરી નામની આ યુવતિ ગુમ થયાની જાણવા જોગ ફરિયાદ સુબીર પોલીસ સ્ટેશનમાં તા. ૪/૭/૨૦૨૩ ના રોજ નોંધવામાં આવેલ છે.
જો કોઈ વ્યક્તિને ઉક્ત વર્ણન વાળી આ યુવતિની ભાળ કે પત્તો મળે તો ડાંગ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમ નં – ૦૨૬૩૧ – ૨૨૦૬૫૮/૨૨૦૨૩૨ ઉપર જાણ કરવા અનુરોધ કરાયો છે.








