AHAVADANG

આહવા ખાતે તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત “મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ” યોજાઇ :

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લામા COTPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણના કેસોના અનુસંધાને “મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ” યોજાઈ ગઈ.જેમાં કામગીરીની સમીક્ષા કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલે, ડાંગ જિલ્લામા CATPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવા માટે સુચન કર્યુ હતુ.ઇ.ચા. રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.દિલીપ શર્મા દ્વ્રારા તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના અમલી કાયદા વિશે માહિતી આપવામા આવી હતી. તેમજ તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમના ભંગ બદલ થતો દંડ અને સજા અંગેની ચર્ચા કરવામા આવી હતી.

આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિત, જિલ્લા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.બી.બાલિયા, રીડર પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.જી.ચૌધરી, જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ. શ્રી એમ.જી. દોડીયા, પી.એસ.આઇ સર્વશ્રી કે.જે.નિરંજન, એ.એચ.પટેલ, કે.કે. ચૌધરી, પી.બી.ચૌધરી, એલ.એમ.ચૌધરી તેમજ આરોગ્ય વિભાગના શ્રીમતી રસીલા સી.ચૌધરી (NTCPSW) ઉપસ્થિત રહ્યા હતા.

ભારતીય સંસદે સખત તમાકુ નિયંત્રણ ધારો, ગત તા. 18 મે, 2003ના રોજ પસાર કર્યો, અને 1 લી મે, 2004થી અમલમા આવ્યો. સિગારેટ અને અન્ય તમાકુ ઉત્પાદન એક્ટ–2003 COTPA–2003 તરીકે ઓળખાય છે. જેમા કલમ-4 જાહેર સ્થળે ધુમ્રપાન કરવા અંગે પ્રતિબંધ, કલમ-5 સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ, કલમ–6 (અ) સગીર વયની વ્યક્તિને તેમજ (બ) શૈક્ષણિક સંસ્થાઓની આસપાસના નિયત વિસ્તારોમાં વેચાણ કરવા પર પ્રતિબંધ, કલમ–7, 8 અને 9 નિદિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ અને તમાકુની અન્ય બનાવટોનુ વેચાણ કરવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

આ કાયદાના ભંગ બદલ અલગ અલગ દંડ/સજાની જોગવાઇઓ કરવામા આવેલ છે.

[wptube id="1252022"]
Back to top button