AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

ગુજરાત માં ભાજપ સરકાર બહેનોને પણ 1000-1000 રૂપિયા આપે તેવી માંગ કરતાં રેશ્માબેન પટેલ

મધ્યપ્રદેશ માં ભાજપ સરકાર ‘મુખ્યમંત્રી લાડલી બહેના યોજના’ અંતર્ગત 1000 રૂપિયા બહેનોને આપે છે તો ગુજરાત માં ભાજપ સરકાર બહેનોને પણ 1000-1000રૂપિયા આપે એ માંગ કરીયે છીએ

AAP પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલએ CM ભુપેન્દ્રભાઈ પટેલને ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં જણાવાનું કે અમે ગુજરાત ની દીકરીઓ , માતાઓ ,બહેનો ગુજરાત ની અસ્મિતા છીએ , ગુજરાત ની સમૃદ્ધિ છીએ પણ આજ એવું લાગે છે કે ગુજરાત ની બહેનો સાથે ભાજપ સરકાર ખુબજ મોટો અન્યાય કરી રહી છે અને ભેદભાવ ની નીતિ અપનાવી રહી છે કારણ કે મધ્યપ્રદેશ માં ભાજપ સરકાર 1000-1000 રૂપિયા બહેનોને આપી શકે તો ગુજરાત માં એજ ભાજપ સરકાર છે તો ગુજરાત ની બહેનોને 1000 રૂપિયા કેમ ના આપી શકે ? એ સવાલ ગુજરાત ની બહેનો વતી હું રેશ્મા પટેલ ગુજરાતની દીકરી પૂછી રહી છું. મંધ્યપ્રદેશ ની બહેનોને 1000 રૂપિયા મળે છે એ અમારા માટે ખુબજ ખુશી ની વાત છે પણ દુઃખ એ વાત નું છે કે જયારે શ્રી અરવિંદ કેજરીવાલજી 1000 રૂપિયા ગુજરાત ની બહેનો ને આપવાનું વચન આપી રહિયા હતા ત્યારે ત્યારે ભાજપ સરકાર માં બેઠેલા આપશ્રીઓ ભાજપ નેતાઓ એ રેવડી-રેવડી કરી બહેનોના અધિકાર નું ખુબજ અપમાન કરેલું છે, હવે અમને સન્માન જોઈ છે, અમને અમારો હક જોઈ છે. અમે ‘1000 રૂપિયા હક્ક રાશિ’ ગુજરાત ની બહેનો ને આપવા માંગ કરીયે છીએ.
માંગણી પૂર્ણ કરવામાં નહિ આવે તો આગામી દિવસો માં સમગ્ર ગુજરાત માં આમ આદમી પાર્ટી મહિલા મોરચો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરશે ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરશે, 1000 રૂપિયા ગુજરાત ની બહેનોને આપવાની માંગ પૂર્ણ કરવા આપ સાહેબશ્રી ને વિનંતી

[wptube id="1252022"]
Back to top button