AHAVADANG

ડાંગ જિલ્લાના ગલકુંડ ખાતે માસિક યોગ તાલીમ પુર્ણ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આહવા તાલુકાના ગલકુંડ ખાતે છેલ્લા એક મહિનાથી નિયમીત 6:00 થી  8:30 દરમિયાન યોજાયેલ યોગ તાલીમ પુર્ણ થતા, ડાંગ જિલ્લા યોગ કોર્ડીંનેટર શ્રી કમલેશ બી.પત્રેકરે તાલીમાર્થીઓની પરીક્ષા લઇ કાર્યક્રમ પુર્ણ કર્યો હતો.
જિલ્લાના યોગ કોચ શ્રીમતી સરિતાબેન ભોયે દ્વારા નિયમીત તાલીમ લેવામા આવી હતી. જેમાં યોગ કોર્ડિંનેટર શ્રી કમલેશ પત્રેકર દ્વારા પણ યોગ વિશે ઓનલાઈન માર્ગદર્શન આપવામા આવ્યુ હતુ. આ ઉંપરાત યોગ વિશે પ્રેકટીકલ અને થિયેરેટીકલ તાલીમ શ્રીમતી સુમનબેન શંકરભાઈ ગાયકવાડ તેમજ શ્રી રણજીતભાઈએ ખુબજ ઉત્સાહ અને ખંત થી યોગ ટ્રેનરો ને તાલીમ બધ્ધ કર્યા હતા.

ગુજરાત સરકારના નિયમ મુજબ 100 કલાકની તાલીમ પુરી થતા તા.02 જુલાઇના રોજ ગુજરાત યોગ બોર્ડ, ડાંગ જિલ્લા યોગ કોર્ડીંનેટર શ્રી કમલેશ પત્રેકરે પરીક્ષા લીધી હતી. જેમા યુવા સાંસ્કૃતિક અધિકારી શ્રી રાહુલ તડવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ તાલીમમા 14 તાલીમાર્થીઓએ પરીક્ષા આપી હતી. જે તાલીમાંર્થીઓ પાસ થતા ગામમા યોગ વિશેના વર્ગો ચલાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

[wptube id="1252022"]
Back to top button