કાલોલ ડોક્ટર્સ ડે નિમિત્તે જીલ્લા ડોક્ટર સેલનાં કન્વીનર દ્વારા તમામ ડોક્ટરોને શુભેચ્છા પાઠવી.

તારીખ ૦૨/૦૭/૨૦૨૩
સાજીદ વાઘેલા કાલોલ
ડોક્ટરો ના સમર્પણ,કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતાને માન અને સન્માન આપવા માટે સમગ્ર દેશમાં પહેલી જુલાઇના રોજ ”નેશનલ ડોક્ટર્સ ડે”ની ઉજવણી કરવામાં આવે છે આજે મેડિકલ સુવિધાઓમાં વધારો કરવા માટે ડોક્ટર્સ ની મહત્ત્વની ભૂમિકા રહી છે કોરોના જેવા કપરા સમયમાં પણ આપણે સૌએ ડોક્ટરની ભૂમિકાને ખૂબ જ નજીકથી નિહાળી છે આજના આધુનિક યુગમાં કેટલાય અસાઘ્ય રોગોનો ઇલાજ જે ડોક્ટરો ના અથાગ ૫રિશ્રમનું જ ફળ છે જે પહેલી જુલાઈના રોજ ડોક્ટર્સ ડે નિમિત્તે જિલ્લાના લોકોની સેવામાં સતત કાર્યરત એવા ડોક્ટરો ને પંચમહાલ જિલ્લા ડોક્ટર સેલનાં કન્વીનર ડો યોગેશકુમાર પડ્યા દ્વારા તમામ ડોક્ટરોને ડોક્ટર્સ ડે નિમિત્તે લાખો દર્દીઓને નાત,જાત કે ધર્મ ને જોયા વગર પોતાને કુટુંબીજનો ને પણ સમય ના આપી સેવા મારું કર્મ અને ધર્મ છે તેવું માનનારા દર્દીઓ ને તેમના નાના કે મોટા રોગ માં થી મુક્તિ અપાવી તંદુરસ્ત બનાવવા બદલ પવિત્ર વ્યવસાય ના વાહક સર્વે ડૉક્ટર મિત્રો ને અભિનંદન અને પ્રભુ તેમણે સારી સેવા માટે વધુ શક્તિ આપે તેવી પ્રાર્થના કરી શુભેચ્છાઓ પાઠવી હતી.