
મદન વૈષ્ણવ-ડાંગ
28/6/2023
ડાંગ જિલ્લાનાં આહવા નગરનાં પટેલપાડા નજીક પિકઅપ વાન વિજપોલ સાથે ભટકાઈને પલ્ટી મારી જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.જ્યારે વઘઇ નગરમાં પિકઅપ ગાડી અને સ્વીફટ કાર ભટકાતા અકસ્માત સર્જાયો… પ્રાપ્ત વિગતો અનુસાર આજરોજ મહારાષ્ટ્રનાં સુરગાણા તરફથી ડાંગ જિલ્લાનાં આહવા તરફ જઈ રહેલ પિકઅપ વાન.ન.એમ.એચ.15.એ.જી.9525 જે આજરોજ પટેલપાડા નજીકથી પસાર થઈ રહી હતી.તે વેળાએ પિકઅપ વાન ચાલક પટેલપાડા નજીક ઉભા પોલીસ કર્મીઓને જોઈને ગભરાઈને નાસવા જતા પિકઅપ ગાડીને નજીકનાં વિજપોલ સાથે અથડાવી દઈ પલ્ટી ખવડાવી દેતા સ્થળ પર જીવંત વીજપોલનાં બે તુકડા થઈ જતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.અહી વિજપોલ પરથી તાર જીવંત પસાર થયો હોય જે પણ તૂટી જતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જોકે તુરંત જ વીજ વિભાગનાં કર્મીઓ સ્થળ પર દોડી જઈ વીજ લાઈનને છૂટી પાડી બંધ કરતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.અહી પિકઅપ ગાડીનાં ચાલક સહિત તેમાં સવાર અન્ય બે ઈસમોને નજીવી ઈજાઓ પોહચવાની સાથે તેઓનો ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.આ બનાવ સંદર્ભે આહવા પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે બીજા બનાવમાં વઘઇ ચાર રસ્તા નજીક પિકઅપ ગાડી અને સ્વીફ્ટ કાર સામ સામે ભટકાતા ઘટના સ્થળે અકસ્માત સર્જાયો હતો.આ બનાવમાં સ્વીફ્ટ કારને દરવાજાનાં સાઈડમાં નુકસાન થયુ હતુ.જોકે કોઈને ઈજા ન પોહચતા મોટી દુર્ઘટના ટળી હતી..