
૧૩-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામમાં જીઇબી ની બાજુમાં પંદર જેટલા તંબુ માં રહેતા નાનાં બાળકો સાથે મોટા લોકો મળી ને કુલ.૧૬૫.જેટલા મધ્ય વર્ગ ના લોકોને બિદડા ગામના સરપંચ જયાબેન પટેલ અને તલાટી વિનુબા ગીરીવતસિંહ ચૌહાણ જાત મુલાકાત લઈ ને તે લોકોને સમજાવી ને બિદડા ગામના મફતનગર પ્રાથમિક શાળા માં સ્થાળાંતર કરવાંમાં આવ્યાં હતાં અને રાત્રી દરમિયાન ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.આ કાર્ય માં સહભાગી પ્રવીણભાઈ પટેલ, ગીરીવતસિંહ ચૌહાણ, શિવસેના પ્રમુખ અમીતભાઈ સંઘાર,મંગલ જોગી, એડવોકેટ હશનભાઈ લુહાર, રમેશ પાયણ, શાળાનાં આચાર્ય શ્રી ગંગાબેન પટેલ, દ્વારા મધ્ય વર્ગ ના લોકો ને સ્થાળાંતર કરવાંમાં ખડેપગે રહી ને તમાંમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવી હતી.
[wptube id="1252022"]