

વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
તારીખ-૨૮/૦૬/૨૦૨૩
તારીખ ૨૭/0૦૬/૨૦૨૩ ના રોજ અલ્કેશ કટારા, સુભાષ પારગી, સચિન ભીલ, ની આગેવાની હેઠળ આદિવાસી સમાજ ફતેપુરા દ્વારા જે હાલ સુરત જિલ્લામાં એક મધ્ય પ્રદેશનો આદિવાસી પરિવાર મજૂરી અર્થે ગયો હતો. તેમની એક ચાર વર્ષની આદિવાસી દિકરી નું અપહરણ કરી બળાત્કાર કરવામાં આવ્યો છે. તે અપરાધી ને ફાંસીની સજા આપવામાં આવે તેના અનુસંધાને ફતેપુરા ખાતે માલદાર સાહેબના મારફતે મુખ્યમંત્રી ગુજરાત સરકાર નવાસચિવાલય ગાંધીનગર રવાના મારફતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. તેમાં જાગૃત યુવા ટીમ ફતેપુરાના મહેશ પારગી, રાહુલ ગરાસિયા, અશોક કિશોરી, મયુર પારગી, પ્રવીણ ડામોર, સહિત ફતેપુરા જાગુત યુવા ટીમના તમામ યુવાઓ,આગેવાનો તથા તમામ સામાજિક સંઘટનના હોદેદારો કાર્યકર્તા યુવાઓ અને વડીલો હાજર રહ્યા હતા. ફતેપુરા મામલતદાર આર.પી.ડીંડોરએ આવેદનપત્ર સ્વીકારી આગળ સુધી પહોંચાડવાની ખાતરી આપી હતી.








