
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
વર્લ્ડ વિઝન ઇન્ડિયા દ્વારા તાજેતરમાં વઘઇના કૃષિ કેન્દ્રમાં બાળલગ્ન અને બાળમજૂરીના પરિણામો અંગે જનજાગૃતિ શિબિર આયોજિત કરાઈ હતી.
આ શિબિરમાં વઘઇ તાલુકાના બેતાલીસ ગામોના આંગણવાડી વર્કરોને જાગૃત કરવા માટે વિસ્તૃત તાલીમ સાથે સમજ પુરી પાડવામાં આવી હતી.
દરમિયાન એડવોકેટ રમેશભાઈ રાઉત દ્વારા POCSO ACT તથા બાળલગ્નો અને બાળમજૂરી વિષે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. જ્યારે કૃષિ વિજ્ઞાન કેન્દ્રના પ્રો.હર્ષદ પ્રજાપતિ દ્વારા આંગણવાડી વર્કર બહેનોને બાળકોને પોસ્ટિક આહાર મળી રહે તે માટે કિચનગાર્ડનની માહિતી આપી હતી. વર્લ્ડ વિઝન ઇન્ડિયાના મેનેજરશ્રી દ્વારા પણ પૂરક સમજૂતી આપવામાં આવી હતી.
શિબિરમાં ICDSના સુપરવાઈઝર ચંદ્રિકાબેન, મિનાબેન, અને અશ્વીનીબેન હાજર રહ્યા હતા.
[wptube id="1252022"]