AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

પ્રાઈવેટ શાળાઓને પ્રોત્સાહન આપવાનું ષડયંત્ર, સરકારી શાળાઓની સ્થિતિ બદતર : ઇશુદાન ગઢવી

આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ એક વિડીયોના માધ્યમથી ગુજરાતના શિક્ષણને લઈને સવાલો ઉઠાવ્યા છે. ગુજરાત આપના ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, “એક IAS ઓફિસરે હિંમત કરીને એક પત્ર લખ્યો એમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, છોટાઉદેપુરની પ્રાથમિક શાળાઓમાં ભણતરની સ્થિતી ખૂબ જ દયનીય છે. આદિવાસી સમાજના બાળકોને આપણે શું આપી રહ્યા છીએ? આદિવાસી સમાજના બાળકો સાથે અન્યાય થઈ રહ્યો છે. મારે એક વાત એમ પણ જોડવી છે કે ફક્ત છોટાઉદેપુરમાં જ નહીં પરંતુ આખા આદિવાસી વિસ્તારમાં આવી જ સ્થિતિ છે. આખા આદિવાસી વિસ્તારમાં કોઈ શાળા સારી નથી.
આદિવાસી સમાજ વિરુદ્ધ ભાજપે ષડયંત્ર રચ્યું છે કે, જો આદિવાસી સમાજના બાળકો ભણે નહીં તો કાયમી મજૂર રહે. કોણ છે આના જવાબદાર? 28 વર્ષથી ભાજપની સરકાર છે અને ભાજપની સરકારમાં આદિવાસી સમાજના મંત્રીઓ પણ છે. મંત્રીઓ કદાચ માલામાલ થઈ ગયા હશે, પરંતુ આદિવાસી સમાજના દીકરાઓ અને દીકરીઓ કાયમી અભણ રહે છે, એટલા માટે તેઓ મજૂરી કરે છે. આખા ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ આવી જ છે.
પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપવા માટે અને ઘણા ભાજપના નેતાઓની પ્રાઇવેટ શાળાઓમાં વધારે ફી આપીને લોકો પોતાના બાળકોને ભણાવવામાં મજબૂર થાય તે માટેનું ષડયંત્ર મને લાગી રહ્યું છે. એના કારણે સરકારી શાળાઓમાં શિક્ષકોની ખૂબ જ ઘટ્ટ છે અને શિક્ષકોની ભરતી જ નથી કરવામાં આવતી. મોટાભાગની શિક્ષણ વ્યવસ્થા કથડેલી છે.

હું જનતાને કહેવા માંગીશ કે કદાચ તમે ભાજપના કાર્યકર્તા હશો અથવા તો તમારા ઘરે ભાજપના નેતાઓ વોટ માંગવા આવશે, વિધાનસભામાં તમે 156 સીટો ભાજપને આપી, આટલા બધા પેપર ફૂટ્યા, શિક્ષણ વ્યવસ્થા તળિયે કરી દીધી અને ફી પણ મોંઘી કરી દીધી અને ત્યારબાદ પણ ગુજરાતની જનતાએ ભાજપને 156 સીટો આપી. એટલા માટે એ લોકોને લાગી રહ્યું છે કે જેટલી સરકારી શાળાઓને બંધ કરીને પ્રાઇવેટ શાળાઓને પ્રોત્સાહન આપીશું અને જેટલું લૂંટીશું એમ વધારે સીટો મળે છે.

મારી વિનંતી છે ગુજરાત સરકારને અને શિક્ષણ મંત્રીને કે, તાત્કાલિક શિક્ષકોની ભરતી કરો અને તાત્કાલિક સારી શાળાઓ તૈયાર કરો. ગુજરાતની જનતાને એટલી જ અપીલ છે કે જ્યાં સુધી ગુજરાતમાં ભાજપની સરકાર હશે, ત્યાં સુધી આવી સ્થિતિ બની રહેશે અને એનાથી પણ બદતર સ્થિતિ થશે અને ભાવી પેઢી અંધકારમય થઈ જશે. જો એક ઘરનો એક વ્યક્તિ પીએસઆઇ, એસપી કે કલેક્ટર બની જશે, તો આખો પરિવાર અને સમાજ ગર્વ કરશે અને તેના પાટે ચડશે. એટલા માટે બાળકોને અભણ રાખવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આનાથી આપણે કેટલાય વર્ષો પાછળ જતા રહીશું. માટે આજે આપણે સૌએ જાગવાની જરૂરત છે.

https://twitter.com/i/status/1673302801106243584

[wptube id="1252022"]
Back to top button