BANASKANTHAPALANPUR

પાલનપુર ખાતે ઉપાસના વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયેલ 

પાલનપુર ખાતે ઉપાસના વિદ્યાલયમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાઈ ગયેલ

પાલનપુર ખાતે આવેલી ઉપાસના વિદ્યાલયમાં ૨૧જૂન ના  રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી .જેમાં શાળાના આચાર્યશ્રી દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતગાર કરવામાં આવ્યા, તેમજ જીવનમાં યોગનું આગવું મહત્વ છે તેની જાણકારી આપવામાં આવી અને યોગ ને હંમેશ માટે પોતાના જીવન નો એક ભાગ બનાવવાનો આગ્રહ કર્યો હતો. આ વર્ષની થીમ વસુધૈવ કુટુંબકમ ની ભાવનાને જાગ્રત કરીએ તે હેતુસર યોગનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના યોગ કોચ શ્રી ડાભીસર તેમજ કૈલાશબેન દ્વારા વિવિધ આસનો ,પ્રાણાયામ , અનુલોમ વિલોમ કરાવવામાં આવ્યા. કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ અને સંસ્થાના કાર્યકરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button