ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરી :- પાંચ બાળકો સાથે પરિવારથી ભૂલી પડેલ સામાન્ય અસ્થિર મગજની માતાનું પરિવાર સાથે મિલન કરાવતી ફતેપુરા પોલીસ




વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
ફતેપુરા પોલીસની સરાહનીય કામગીરી:- પરિવારથી ભૂલી પડેલ સામાન્ય અસ્થિર મગજ ની માતા અને પાંચ બાળકોને પરત પરિવારને સોંપી મહિલા અને બાળકોની સુરક્ષા પ્રત્યે સંવેદનશીલ બની માનવતાનું કાર્ય કરતી ફતેપુરા પોલીસ.
ફતેપુરા બસ સ્ટેશન ખાતે મોડી રાત્રે પાંચ બાળકો સાથે અસ્થિર અજાણી મહીલાને દુ:ખદ સ્થિતિમા જોઇ ફતેપુરા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ શ્રી જી.કે.ભરવાડ તથા “સી” ટીમ તેમજ પોલીસ સ્ટાફના માણસોએ મહીલા અને બાળકો પ્રત્યે સંવેદના દાખવી પુછપરછ કરી પોલીસ સ્ટેશન ખાતે લાવી જમવાની તેમજ રહેવાની સગવડ પુરી પાડેલ અને વધુ પુછપરછ કરતા સદર હું ભુલા પડેલ પાંચ બાળકોના માતા પટણ જિલ્લાના સામી તાલુકાના બાબરી ગામના વતની ગીતાબેન સામજીભાઈ ધનાભાઈ ઠાકોર, રહે.-બાબરી, તાલુકો-સમી, જિલ્લો-પાટણ, હોય અને તેઓને સામાન્ય માનસીક અસ્થિર બિમારી હોય જેઓ બાળકોના કપડાની ખરીદી કરવા પોતાના ઘરેથી નીકળેલ અને ત્યાર બાદ રસ્તો ભુલી જતા બસ મારફતે બાબરીથી સુરત અને સુરતથી ફતેપુરા ખાતે પહોંચેલ હોવાની હકીકત જણાતા મળેલ માહીતી આધારે ટેકનીકલ સોર્સના માધ્યમથી મહીલાના પરીવાર સુધી પહોચી ખાતરી કરી પરીવારને શોધી કાઢી બાળકો અને માતાનો હવાલો તેના પતિને સોંપી વિખુટા પડેલ પરીવારનો મેલાપ કરાવી બાળકો અને મહીલાઓ પ્રત્યે સંવેદનાનુ ઉદાહરણ પુરૂ પાડી પ્રસંશનીય કામગીરી કરેલ છે.








