

વાત્સલ્યમ્ સમાચાર
જૂનેદ પટેલ-ફતેપુરા
આજે તારીખ ૨૪ જૂન ૨૦૨૩ ના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકામાં આજરોજ રાત્રી થી લઈને દિવસ દરમિયાન વરસાદ વરસ્યો નથી. સમગ્ર દાહોદ જિલ્લામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે ત્યારે ફતેપુરા તાલુકામાં આ વર્ષે ચોમાસુ મોડું શરૂ થાય તેવું લાગી રહ્યું છે. હાલ તો ફતેપુરા તાલુકાના ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આજરોજ ફતેપુરા તાલુકામાં વહેલી સવારથીજ વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. આકાશમાં કાળા વાદળોના ઘેરાવ સાથે જ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે બદલાયેલા વાતાવરણને જોઈને ખેડૂતો મીટમાંડીને વરસાદની રાહ જોઈ રહ્યા છે. તેવામાં ખેડૂતોને વરસાદની આશા બંધાઈ છે.
[wptube id="1252022"]








