KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ ની ઉતરેડિયા પ્રા.શાળામાં મૈત્રી મંડળ ગ્રુપ દ્વારા ધોરણ ૬થી ૮ નાં બાળકોને વિનામૂલ્યે ચોપડાઓનું વિતરણ.

તારીખ ૨૩ જૂન
વાત્સલ્યમ્ સમચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાની ઉતરેડિયા પ્રાથમિક શાળામાં આજરોજ મૈત્રી મંડળ મુંબઇ-આણંદ -વડોદરા દ્વારા ધોરણ ૬થી ૮ નાં બાળકો ને વિનામૂલ્યે ચોપડાઓ નું વિતરણ કરવામાં આવ્યા હતા જેમાં ૬થી૮ નાં તમામ બાળકો ને બાળક દીઠ ૫ ચોપડા આપવામાં આવ્યા હતા જેમાં ૫૦ બાળકો ને ૨૫૦ જેટલા ચોપડાઓ વિતરણ કરવામાં આવતાં શાળાના તમામ બાળકોમાં ખુશી જોવા મળી હતી જેમાં ઉતરેડિયા પ્રાથમિક શાળા પરિવાર વતી મૈત્રી મંડળ મુંબઇ-આણદ -વડોદરા અને મુકેશભાઈ તથા રાજેશભાઈ નો હદય થી આભાર માન્યો હતો અને શાળા આચાર્ય તેમજ શિક્ષકમિત્રોએ મૈત્રી મંડળ મુંબઈ -આણંદ અને વડોદરા ગ્રુપની સેવા ઓને બિરદાવી હતી.
[wptube id="1252022"]