JUNAGADHJUNAGADH CITY / TALUKO
ખેલના ક્ષેત્રમાં આગળ વધવા માટે ગિરનાર સ્પર્ધા પ્લેટફોર્મ પૂરું પાડે છે : ઈન્ટરનેશનલ મેડાલિસ્ટ દિલબાગ સૈની, હરિયાણા

વાત્સલ્યામ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
હરિયાણાના હિસારથી આવેલા જુડોમાં ઇન્ટરનેશનલ મેડાલિસ્ટ રહેલા દિલબાગ સૈનિ કહે છે કે ગિરનાર અવરોહણ સ્પર્ધા ખેલાડીઓને રમતવીરોને ખેલના ક્ષેત્રમાં આગળ વધવા માટે પ્લેટફોર્મ આપે છે સાથે જ આ વર્ષે પુરસ્કાર રાશિમાં ખૂબ મોટો પધારો થવાથી સ્પર્ધકોનો ઉત્સાહ ની સાથે જોમ જુસ્સો પણ વધી ગયો છે.
રમત ગમતના ક્ષેત્રમાં સફળતા ઈજ્જત અને ખુશી આપે છે, મંચ ઉપરથી જ્યારે ટ્રોફી મેડલ મળે છે ત્યારે તેનો અનેરો આનંદ હોય છે, તેમ જણાવતા કહે છે કે હરિયાણાએ નીરજ ચોપડા બબીતા ફોગાટ વગેરે જેવા ખૂબ મોટા ગજાના ખેલાડીઓ આપ્યા છે, અને આવનાર ઓલમ્પિકમાં પણ હરિયાણા ઘણા મેડલ લાવશે અને ભારતનું નામ રોશન કરતું રહેશે.
[wptube id="1252022"]