
૨૩-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય કારોબારી બેઠક અમદાવાદ ખાતે યોજાશે.
ભુજ કચ્છ :- કચ્છ જિલ્લા વતિ રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્ય મંત્રી મુળજીભાઈ ગઢવી,કચ્છ જિલ્લા માધ્યમિક સંવર્ગ અધ્યક્ષ નયનભાઈ વાંઝા, પ્રાથમિક સંવર્ગ જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજા,મહામંત્રી રમેશભાઈ ગાગલ,માધ્યમિક સંવર્ગ(ગ્રાન્ટેડ સંવર્ગ) અધ્યક્ષ અલ્પેશભાઈ જાની, મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર સહિત 10થી વધુ અપેક્ષિત હોદેદારો રાજય કારોબારી બેઠકમાં સહભાગી થશે.
રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સરકાર માન્ય આઠ સંગઠનોના જીલ્લા સ્તરથી ઉપર ના તમામ હોદ્દેદારો ની રાજ્ય સ્તરીય કારોબારી બેઠક તારીખ :- 25/6/23 રવિવાર ના રોજ અમદાવાદ ખાતે ડો.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટી છોરોડી ખાતે સવારે દશ થી સાજે પાંચ વાગ્યા સુધી યોજાશે છેલ્લા કેટલાક વર્ષો થી પ્રાથમિક, માધ્યમિક સંવર્ગોના શિક્ષકોના પ્રશ્નો નો ઉકેલ મેળવી સમગ્ર ગુજરાત ના શિક્ષકોમા લોકપ્રિય બનેલ સંગઠન ને વધારે મજબૂત બનાવવા તથા વર્ષ ૨૦૨૫ સુધી ની યોજના બનાવી રાષ્ટ્ર હિત, શિક્ષક હિત તથા સમાજ હિતમાં રચનાત્મક કામો પુરા કરવા માટે તેમજ જુની પેન્શન યોજના તથા સરકાર તરફથી આંદોલન સમયે સ્વિકારેલ બાબતો અંગે રાજ્ય કારોબારી બેઠક માં ચર્ચો કરી ઠરાવ પસાર કરવામાં આવશે એચ. ટાટ. મુખ્ય શિક્ષકો સહિત બાકી રહેલા માધ્યમિક સંવર્ગના વિષય પર* વ્યાપક ચર્ચા, વિચારણા કરવામાં આવશે તથા યોગ્ય રણનીતી ઘડવામાં આવશે
બેઠકમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રી તથા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઉપસ્થિત રહેશે.
હૈદરાબાદ તથા હરિદ્વાર ખાતે આ મહિના માં યોજાયેલ અખિલ ભારતીય બેઠકોની માહિતી આપવામાં આવશે.
પૂર્ણ દિવસ ની કારોબારી બેઠક માં મહિલાઓ નુ સંગઠન માં યોગદાન વધે તથા આગામી સંગઠન નો રચનાત્મક કાર્યક્રમ ગુરુવંદન કાર્યક્રમ ગુજરાતના તમામ મંડલ કેન્દ્રમા થાય તથા સંગઠન નો મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હમારી શાળા…હમારા તીર્થ અનુરુપ શાળાઓ ની સંખ્યા વધે એ પ્રમાણે આયોજન કરવામાં આવશે હોદ્દેદારો ના પ્રવાસ આયોજન, અભ્યાસ વર્ગો, મિડીયા સંકલન વગેરે બાબતે બેઠકમાં યોજના બનશે રાજ્ય કક્ષા ની ઉપરોક્ત કારોબારી બેઠક માં પ્રાથમિક, માધ્યમિક સંવર્ગોના ૪૦૦ જેટલા હોદેદારો ઉપસ્થિત રહેશે.
ભવદીય – રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત.