ફતેપુરા શ્રી આઇ કે દેસાઈ હાઇસ્કુલ ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી કરવામાં આવી


વાત્સલ્યમ્ સમાચાર
જુનેદ પટેલ-ફતેપુરા
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાની શ્રી આઇ.કે. દેસાઈ હાઇસ્કુલ ખાતે નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની તાલુકા કક્ષાની ઉજવણી ફતેપુરા તાલુકા મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ આર.પી. ડીંડોર ના અધ્યક્ષસ્થાને કરવામાં આવી હતી.આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ફતેપુરા તાલુકાના યોગ કોચ દ્વારા ઉપસ્થિત તમામ લોકોને યોગ કરાવામાં આવ્યા હતા, તેમજ યોગા શીખવાડવામાં આવ્યા હતા, અને યોગથી થતા ફાયદા વિશે વિસ્તૃત સમજણ આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત દાહોદ જિલ્લા ભાજપા ના પ્રમુખ શંકરભાઈ આમલીયારે જણાવ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વે સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે. આ અવસરે ફતેપુરા મામલતદાર શ્રી આર.પી. ડીંડોરએ સ્વાગત પ્રવચન અને આભાર વિધિ કરી હતી. આ પ્રસંગે ફતેપુરા તાલુકા વિકાસ અધિકારી કે.એ. વસાવા, ગુજરાત પ્રદેશ આદિવાસી મોરચાના મહામંત્રી ડોક્ટર અશ્વિનભાઈ પારગી, સામાજિક અગ્રણી પંકજભાઈ પંચાલ, ફતેપુરા તાલુકા બ્રહ્માકુમારી સંચાલક નીતા દીદી, તાલુકા સી.આર.સી કોઓર્ડીનેટર પૂર્વીબેન ઉપાધ્યાય, કરોડિયા પૂર્વના સામાજિક કાર્યકર્તા તારેશ્વરભાઇ નિનામા, સ્કૂલના આચાર્યશ્રીઓ, શિક્ષકો, તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ, તેમજ ભાજપાના વિવિધ મોરચા હોદ્દેદારો, સ્કૂલના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








