AHAVADANG

આહવાનાં ૫૭ વર્ષીય પુરુષ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાનાં આહવાનાં દેવલપાડાનાં 57 વર્ષીય આધેડે ઘરનાં પાછળનાં ભાગે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી…પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વસંતભાઈ યેશુભાઈ બાગુલ ઉ.57 રે દેવલપાડા આહવાનાઓનાં સંતાનમાં ત્રણ દીકરાઓ હોવા છતાંય તેઓ કામ ધંધો કરતા ન હતા.આ આધેડ કામ ધંધા વગર કાયમ માનસિક તણાવમાં રહેતા હતા.જેનું મન દુઃખ રાખી આજરોજ ઘરનાં પાછળનાં ભાગે આવેલ ગેલરીમાં નાયલોનની દોરી વડે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.આ બનાવની જાણ આહવા પોલીસની ટીમને થતા પોલીસની ટીમ ઘટના સ્થળે ધસી ગઈ હતી.અને લાશનો કબ્જો મેળવી ફરીયાદનાં આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે..

[wptube id="1252022"]
Back to top button