
તા.૧ મે
વાત્સલ્યમ્ સમાચાર
અમુ સિંગલ જેતપુર
દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના ‘મન કી બાત’ રેડિયો કાર્યક્રમના ૧૦૦ એપિસોડ પૂર્ણ થયા હતા. ત્યારે રાજકોટ જિલ્લામાં ઠેર-ઠેર ‘મન કી બાત’ કાર્યક્રમ નિહાળવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશન ખાતે ટેલીવિઝન પર ‘મન કી બાત’ નિહાળવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પી.એસ.આઈ.શ્રી જે.કે.ગઢવી તથા પી.એસ.આઈ.શ્રી એચ. બી. ગઢવી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]








