
19-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
નખત્રાણા કચ્છ :- બિપર જોય વિનાશક વાવાઝોડા ને લઈ કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયા કિનારે થયેલ નુકશાની ના નિરીક્ષણ અને સમીક્ષા માટે કચ્છના સાંસદ અને પ્રદેશ ભાજપાના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, અબડાસા વિભાગના ધારાસભ્યશ્રી પ્રધ્યુમનસિંહ જાડેજા તથા સ્થાનિક આગેવાનો તથા અધિકારીશ્રીઑ સાથે અબડાસા લખપત અને નખત્રાણાના વધુ પડતાં અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સમીક્ષા કરી અને ઝડપથી સહાય અને પુનઃ સ્થાન પ્રાપ્ત થાય તેવી સુચનાઓ આપી હતી, સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું કે વીજળી પાણી અને રોડ રસ્તા જે અસરગ્રસ્ત ગામો અને પૂર્ણ કચ્છ માં છે ત્યાં યુધ્ધના ધોરણે કામ ચાલી રહ્યું છે બહુજ જલ્દી પૂર્વસ્ત થઈ જશે ખેતી અને બાગાયતી ખેતી થયેલ નુકશાન નું સર્વે ઝડપ ભેર અને સચોટ થાય તેવી સૂચના અધિકારીઑ ને આપી હતી, ઝૂપડા અને કાચા મકાનો ઘર વખરીના થયેલ નુકશાનનું સર્વે કરતાં અધિકારીઓએ ની ટીમો ને સૂચના આપી હતી. પશુધન ને ઘાસચારા જલ્દી થી મળે લોકોને અપાતી કેશ ડોલ ની રકમ જલ્દી થી મળી જાય તેવું સાંસદશ્રી અને અબડાસા ધારાસભ્યશ્રી સૂચનો અધિકારીશ્રીઓને આપી હતી ભયાનક વાવાઝોડા સમયે સરકારી તંત્ર, બચાવ ટુકડીઑ, સ્થાનિક આગેવાનો એ ખુબજ હિમ્મત ભેર અસર ગ્રસતો , વૃધ્ધો મહિલાઓને મદદરૂપ થયા બદલ સંતોષ વ્યક્ત કર્યો હતો.








