
૧૮-જૂન.
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ
માંડવી કચ્છ :- માંડવી તાલુકાના બિદડા ગામના વતની અને માંડવી તાલુકાના કરણીસેના ના ઉપ પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજા એ વાત્સલ્યમ્ ન્યૂઝ પાસે જણાવ્યું હતું કે આજે કચ્છ પર બિપોરજોય વાવાઝોડાં ની આફત સામે સરકારી તંત્ર ખડેપગે ઉભા રહી ને માનવ સેવા કરી છે ત્યારે પશ્ચિમ કચ્છના વનતંત્ર ની ઘણી બધી નિષ્ફળ તા જોવા મળી રહી છે આજે ગામડામાં કે શહેરમાં જોડતા મોટા માર્ગ પર મોટા મોટા વૃક્ષો ધરાશયી થયા છે ત્યારે પશ્ચિમ કચ્છ વનતંત્ર દ્વારા બેદરકારી જોવા મળી રહી છે નાનાં નાનાં ગામડાંમાં રસ્તા પર વૃક્ષ ધરાશયી થયેલા છે તો તેમનું કોઈ રસ્તો કાઢવો જોઈએ તો તે વનતંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી અને નાનાં ગામડાંમાં મોટા વૃક્ષો ધરાશયી થયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આમ જનતા ના લોકો ધરાશયી થયેલા વૃક્ષો ને હટાવવા ની કામગીરી ગામના લોકો જાત મહેનત થી હટાવી રહ્યા છે ત્યારે આવાં નાનાં ગામડાંમાં કોઈ પણ વનતંત્ર નુ કર્મચારીઓ દ્વારા સર્વે કરવા આવ્યું નથી મયુરસિંહ જાડેજા એ જણાવ્યું કે સર્વે તો થીક છે પણ જંગલ ખાતાના અધિકારીઓ રાઉન્ડ પણ મારવા માટે આવ્યા નથી તો પશ્ચિમ કચ્છના વનતંત્ર ની બેદરકારી ને હું ખુલ્લા શબ્દો માં વખોડી કાઢુ છુ.તેવુ મયુરસિંહ જાડેજા એ જણાવ્યું હતું

માંડવી તાલુકાના કરણીસેના ના ઉપ પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજા એ પશ્ચિમ કચ્છ ના પીજીવીસીએલ સાથે પોલીસ જવાનો અને એનડીઆરએફ,આર્મી જવાનો, વહીવટી તંત્ર,તેમજ અન્ય સંસ્થાઓ કે એનજીઓ,ની કામગીરી ને બિરદાવી હતી. અને આવા કપરા સમયમાં પોતાના યોગદાન આપ્યું તે યોધ્ધાઓ ને સો સો સલામ આપ્યા હતા.







