AHAVADANG

ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાઈ યોગ શિબિર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
નિયામકશ્રી, આયુષની કચેરી ગાંધીનગર દ્વારા સંચાલિત સરકારી આયુર્વેદ હોસ્પિટલ-આહવા ખાતે કાર્યરત “વેલનેસ સેન્ટર” દ્વારા નવમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોગ શિબિર યોજાઈ હતી.

આંતરરાષ્ટ્રીય યોગ ડે ની ઉજવણીના ઉપલક્ષમાં ડાંગ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત શ્રેણીબદ્ધ કાર્યક્રમોના ભાગરૂપે ડાંગ જિલ્લાના ઐતિહાસિક ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે THE THEME OF INTERNATIONAL YOGA DAY 2023 IS “HUMANITY” યોગ પ્રશિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને વિવિધ યોગિક ક્રિયાઓ કરાવવામાં આવી હતી. સાથે સાંધાના દુઃખાવાના વિવિધ રોગોમાં યોગ અને આયુર્વેદનું મહત્વ સ્પષ્ટ કરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ યોગ શિબિરનો ૧૪૬ લાભાર્થીઓએ લાભ લીધો હતો.

[wptube id="1252022"]
Back to top button