BANASKANTHAPALANPUR

ડો.બી.આર આંબેડકર હાઇસ્કુલ તથા ચોત્રીસી કુમાર છાત્રાલયમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

28 જાન્યુઆરી વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

પાલનપુરમાં આવેલ ડૉ.બી.આર આંબેડકર હાઇસ્કુલ તથા ચોત્રીસી કુમાર છાત્રાલય, ચોત્રિસી પરગણા રોહિત સમાજ પ્રગતિ સંઘ સંચાલિત સંસ્થામાં ૭૪ માં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ હતી જેમાં મુખ્ય મહેમાન તરીકે કલ્યાણ ગ્રુપ પાલનપુરના ઠાકોર સંજયભાઈ જગાજી ( રહે.ગઢ) જેમના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું તે નિમિતે સંજયભાઈ ઠાકોરે આ સાથને રૂપિયા ૫૧૦૦૦ માતબર દાનની જાહેરાત કરી હતી તથા આ કાર્યક્રમમાં વડગામના ધારાસભ્ય શ્રી જીગ્નેશભાઈ મેવાણી, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી , પ્રવીણભાઈ પરમાર તથા સમાજના આગેવાનો ,શિક્ષકગણ ,વાલીઓ અને વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા તેમજ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો સંસ્થાના ઉપપ્રમુખ શ્રી ડાહ્યાભાઈ દાનાભાઇ શેખલિયા (મોટા) એ રૂમ બનાવવાની જાહેરાત કરી હતી સંસ્થાના પ્રમુખ શ્રી દાનાભાઇ. વી.પરમારે ઉપસ્થિત મહેમાનો ને આવકારી સંસ્થાના વિકાસ માટેની વાત કરી હતી આ કાર્યક્રમની આભાર વિધિ જયંતીભાઈ એન.ચૌહાણે કરી હતી તથા આચાર્ય અને શિક્ષકગણ એ સાથે રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

 

[wptube id="1252022"]
Back to top button