KUTCHMANDAVI

બિદડા ગામના સરપંચ દ્વારા વોટર સપ્લાય પર જનરેટર લગાવી ને વિજ પુરવઠો ચાલુ કરીને બિદડા ગ્રામ જનો માટે પીવાના પાણીની વ્યવસ્થા કરી.

૧૮-જૂન.

વાત્સલ્યમ્ સમાચાર

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિદડા કચ્છ

માંડવી કચ્છ :- બિપોરજોય વાવાઝોડાં નાં લીધે આજે ત્રણ દિવસ થી સમગ્ર કચ્છમાં વિજ જોડાણ નાં થાંભલા ધરાશઈ  થયાં છે ત્યારે આખા કચ્છમાં અંધાર પટ રહેતા જેથી માંડવી તાલુકાના બિદડા ગામમાં આજ રોજ ગામના સરપંચ શ્રી દ્વારા બિદડા ગામના લોકો માટે પીવાનું પાણી ચાલુ કરવામાં તાલુકા પંચાયત ની આગેવાની હેઠળ પ્રાઈવેટ જનરેટર ભાડે લઈને બિદડા ગામના વોટર સપ્લાય પર વિજ પુરવઠો ચાલુ કરીને બિદડા ગ્રામ જનો માટે પીવાનું પાણી ચાલુ કરાવ્યું હતું બિદડા ગામના તમામ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી સાથે અમુક વિસ્તારોમાં પીવાના પાણીના ટેન્કર વડે લોકો માટે પીવાના પાણીની સુવિધા કરવામાં આવી હતી.આવા કપરા સમયમાં ગામના સરપંચ જયાબેન પટેલ અને બિદડા ગામના તલાટી વિનુબા ગીરીવતસિંહ ચૌહાણ સાથે શિવસેના પ્રમુખ અમિતભાઈ સંઘાર, પ્રવીણભાઈ પટેલ, ગામના માજી સરપંચ રાજેશભાઈ સંઘાર,તેમજ બિદડા ગામના નવ યુવાનોને એ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં માટે સંપૂર્ણ મહેનત કરી હતી.આવા કપરા સમયમાં બિદડા ગામના સરપંચ રાત દિવસ એક સખ્ત મહેનત કરી રહ્યા છે ત્યારે બિદડા ગામની પ્રજા માટે એક વિચારધારા ઉપર નિર્ણય લઈ ને બિદડા ગામમાં પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી.

[wptube id="1252022"]
Back to top button