DAHOD
લીમડી ખાતે આગામી જગન્નાથ રથયાત્રા અનુસંધાને લીમડી પોસ્ટે ખાતે ડી.વાય.એસ.પી. સાહેબનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ યોજાય

તા.૧૭.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
લીમડી ખાતે આગામી જગન્નાથ રથયાત્રા અનુસંધાને લીમડી પોસ્ટે ખાતે ડી.વાય.એસ.પી. શ્રી ડી.આર.પટેલ સાહેબનાઓની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની મીટીંગ લેવામાં આવેલ
જેમાં લીમડી વિસ્તારના હિન્દુ-મુસ્લિમ સમાજના આગેવાનો, આયોજકો, વેપારીઓ મિટિંગમાં હાજર રહેલ
તમામને રથયાત્રાનો તહેવાર શાંતિપૂર્ણ માહોલમાં યોજાય અને કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઈ રહે તે માટે સહકાર આપવા સૂચન કરવામાં આવ્યું. તહેવાર શાંતિપૂર્ણ યોજાય તે સારું પોલીસને સંપૂર્ણ સાથ સહકાર આપવા તમામે ખાત્રી આપેલ હતી
[wptube id="1252022"]