AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONEGUJARAT

બિપરજોય બાદ ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહી

ગુજરાતના દરિયાકાંઠાઓ પર લેન્ડફોલની અસર શરૂ થઈ છે. રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પણ પડી રહ્યો છે, તો ઠેકઠેકાણે મકાનોના છાપરા ઉડ્યા છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાવાઝોડું બિપરજોય બાદ ઉત્તર ગુજરાતના કેવા હાલ થશે તે અંગે મોટી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આવતીકાલે ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે, તો બીજી રાહતની વાત એ છે કે, આવતીકાલે સાંજ સુધીમાં પવનની ગતિ સામાન્ય થવાની પણ આગાહી કરી છે.

[wptube id="1252022"]
Back to top button