

માનસિક બિમાર માતાનું દિકરા સાથે મિલન કરાવતુ હિંમતનગરનું “સખી વન સ્ટોપ સેન્ટર”
**************
સખીવન સ્ટોપ સેન્ટર હિંમતનગર દ્રારા એક માનસિક બિમાર માતાનું પોતાના દિકરા સાથે મિલન કરાવી ખુબ જ સરાહનીય કામગીરી કરી છે.
એક મનોદિવ્યાંગ મહિલા ઘણા લાંબા સમયાથી ઘરે કોઇને જાણ કર્યા વગર નિકળી ગયા હતા. માનસિક બિમારીના કારણે ઘણા સમયથી નાહ્યા ધોયા વગર તેમજ ફાટેલા કપડાં સાથે મહિલા હેલ્પ લાઇન ૧૮૧ ને એક અજાણી વ્યક્તિ દ્વારા જાણ કરવામાં આવી હતી. ત્યાર બાદ મહિલાને સખી વન સ્ટોપ ખાતે મોકલી આપવામાં હતા. ત્યાં તેમણે પ્રાથમિક કિટ પુરી પાડીને કાઉસેલિંગ કરતા તેઓ પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના હરખાપુર ગામાના હોવાનું જાણવા મળ્યુ હતું. આ જાણ થતા જ સખી વન સ્ટોપ સેન્ટરે ત્યાંના સ્થાનિક પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.અને પરીવારની માહિતી મેળવતા જાણવા મળ્યુ કે તેઓ છેલ્લા ત્રણ થી ચાર મહિના પહેલા ઘરેથી નિકળી ગયા હતા.પોતાની માતાની જાણ થતા ગણતરીના કલાકોમાં જ દિકરો હિંમતનગરના સખી વન સ્ટોપ સેન્ટર ખાતે પહોંચી ગયો હતો. માતા અને દિકરાનું મિલન થતા ખુશીનો માહોલ ઉભો થયો હતો. અને દિકરાએ સખી વન સ્ટોપ સેન્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટ જયંતિ પરમાર




