
તારીખ ૧૪ જૂન
વાત્સલ્યમ્ સમાચાર
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના ની અંબાલા પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સર્વ શિક્ષા અભિયાન અર્તગત સ્માર્ટ ક્લાસ નું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે પીંગળી તાલુકા પંચાયતના સભ્ય તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી ઉમેશભાઈ હાજર રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શાળા ના બાળકો દ્વારા કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત પુસ્તક આપી કરવામાં આવ્યું હતું બાલ વાટિકા ના બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો સમગ્ર બાળકોને શૈક્ષણિક કીટ નું અર્પણ કરવામાં આવ્યું હતું. ધોરણ એક થી આઠમા એક થી ત્રણ નંબર લાવનારને ગામના ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા રોકડ ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ દાતાઓ શ્રી નું પણ સન્માન કરવામાં આવ્યું હતું. ગામોમાંથી બહોળી સંખ્યામાં લોકો સ્થિત રહ્યા હતા.










