Rajkot: હડમતાળા સ્થિત ખાનગી કંપનીઓ ખાતે સ્વીપ દ્વારા કર્મચારીઓને મતદાન અંગે જાગૃત કરાયા

તા.૧૬/૪/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
કર્મચારીઓએ લીધો પવિત્ર મતદાન કરવાનો સંકલ્પ
Rajkot: સમગ્ર રાષ્ટ્રમા આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ યોજાનાર છે જે અન્વયે રાજકોટ ખાતે તા. ૦૭/૦૫/૨૦૨૪ના રોજ મતદાન યોજાશે.દેશના પર્વમાં પોતાનું યોગદાન આપવા મતદાન કરવું અનિવાર્ય છે ત્યારે ૭૧-રાજકોટ ગ્રામ્યના કોટડાસાંગાણી તાલુકાના હડમતાળા ખાતે ખાનગી કંપનીઓ પટેલ ટેકનોમેશન પ્રા.લી.અને હાર્મની ઈન્ડસ્ટ્રીઝ ખાતે મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કર્મચારીઓને લોકશાહીના આ પર્વમાં મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી હતી તેમજ Voters Helpline App અને મતદાન કરવા જતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કર્મચારીઓએ મતદાન કરવાના શપથ લીધા હતા તથા સ્વીપ દ્રારા પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ જિલ્લામાં અધિક કલેક્ટર શ્રી અને સ્વીપના નોડલ ઓફિસર શ્રી જીજ્ઞાસા ગઢવીના માર્ગદર્શન હેઠળ સ્વીપ દ્વારા શાળા કક્ષાએ વિવિધ સ્પર્ધાઓ- રેલી યોજી, ગ્રામ વિસ્તારોમાં સેલ્ફી પોઇન્ટ, ગેસના બાટલા – વીજળીના બિલો પર મતદાનના સંદેશા છાપવા, સિનેમા હાઉસ ખાતે બેનર, ટેલીફિલ્મ નિદર્શન, મોક ચૂંટણીના આયોજન સહિતના વિવિધ નવતર પ્રયાસો દ્વારા મતદાન જાગૃતિ લાવવામાં આવી રહી છે.










**mitolyn reviews**
Mitolyn is a carefully developed, plant-based formula created to help support metabolic efficiency and encourage healthy, lasting weight management.