સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૧૬૦૧ બાળકોનું નામાંકન કરાયું
સાબરકાંઠા જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે ૧૬૦૧ બાળકોનું નામાંકન કરાયું
******
જિલ્લાના ૨૦૯૦ ભૂલકાઓને આંગણવાડીમાં અને બાલવાટિકામાં ૫૦૦૦ બાળકોને પ્રવેશ અપાયો
******
સમગ્ર રાજયમાં ૨૦માં તબક્કાનો ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો હતો. જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં પણ પ્રવેશોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક શાળાના ૧૬૦૧ બાળકો અને આંગણવાડીના ૨૦૯૦ ભૂલકાઓને તેમજ બા ભાલવાટિકામાં ૫૦૦૦ બાળકોને મહાનુભાવોના હસ્તે શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.
જિલ્લામાં પ્રથમ દિવસે મળેલા જનપ્રતિસાદમાં જિલ્લાની ૪૦૫ પ્રાથમિક શાળાઓમાં ૮૨૧ કુમાર અને ૭૮૦કન્યાઓ મળી કુલ ૧૬૦૧ બાળકોનું મહાનુભાવો દ્વારા શાળામાં નામાંકન કરવામાં આવ્યું હતું જેમાં હિંમતનગરની ૮૩ પ્રાથમિક શાળામાં ૬૯ કુમાર અને ૬૬ કન્યા મળી કુલ ૧૩૫ બાળકોનું નામાંકન કરાયું હતું જયારે ઇડરની ૫૮ શાળામાં ૪૨ કુમાર અને ૪૦ કન્યા મળી કુલ ૮૨, પ્રાંતિજની ૪૨ શાળામાં ૫૧ કુમાર અને ૫૮ કન્યા મળી કુલ ૧૦૯, તલોદની ૪૮ શાળામાં ૨૧ કુમાર અને ૨૦ કન્યા મળી કુલ ૪૧, વડાલીની ૩૮ શાળામાં ૧૮ કુમાર અને ૨૦ કન્યા મળી કુલ ૩૮, ખેડબ્રહ્માની ૫૯ શાળામાં ૨૧૨ કુમાર અને ૨૪૦ કન્યા મળી કુલ ૪૫૨, વિજયનગરની ૩૫ શાળામાં ૩૨ કુમાર અને ૩૧ કન્યા મળી કુલ ૬૩ અને પોશીના તાલુકાની ૪૨ શાળામાં ૩૭૬ કુમાર અને ૩૦૫ કન્યા મળી કુલ ૬૮૧ ભૂલકાઓને પ્રવેશ અપાયો હતો.
જિલ્લામાં પ્રાથમિક શાળાની આ વખતે બાલવાટિકાનો નવો અભિગમ ઉમેરાયો છે. જેમાં પ્રવેશપાત્ર બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં ૧૧૦૭, ઇડરમાં ૭૫૭, પ્રાંતિજમાં ૭૫૮ , તલોદમાં ૫૫૦, વડાલીમાં ૩૯૧, ખેડબ્રહ્મામાં ૬૧૬ , વિજયનગરમાં ૩૮૫ અને પોશીનામાં ૪૩૬ મળી કુલ ૫૦૦૦ દિકરા-દિકરીઓને પ્રવેશ અપાયો હતો.
જિલ્લામાં પ્રાથમિક શાળાની સાથે આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો. જેમાં હિંમતનગરમાં ૨૯૮, ઇડરમાં ૩૨૮, પ્રાંતિજમાં ૧૭૨ , તલોદમાં ૨૪૧, વડાલીમાં ૧૪૪, ખેડબ્રહ્મામાં ૨૩૨ , વિજયનગરમાં ૨૫૧ અને પોશીનામાં ૪૨૪ મળી કુલ ૨૦૯૦ દિકરા-દિકરીઓને પ્રવેશ અપાયો હતો. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ માં જિલ્લામાં રૂ. ૧૦ લાખથી વધુનું દાન પ્રાપ્ત થયું હતું.
રિપોર્ટ જયંતિ પરમાર સાબરકાંઠા



