દાહોદ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ગારી ફળિયા ગલાલિયાવાડ ખાતે મહાનુભાવો ના વરદહસ્તે પ્રવેશ ઉત્સવ યોજયો

તા.૧૨.૦૬.૨૦૨૩
વાત્સલ્યમ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ માં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ અંતર્ગત ગારી ફળિયા ગલાલિયાવાડ ખાતે મહાનુભાવો ના વરદહસ્તે પ્રવેશ ઉત્સવ યોજયો

સમગ્ર ગુજરાત રાજ્યમાં આજથી શાળા પ્રવેશોત્સવ ની શરૂઆત થઈ છે ત્યારે દાહોદ તાલુકામા આવેલી ગારી ફળિયા ગલાલિયાવાડ પ્રાથમિક શાળા ખાતે આજે સવારે સી આર સી શ્રી સતિષભાઈ પટેલ ની અધ્યક્ષતા તથા ગલાલિયાવાડ ગારી ફળિયા ના કબીર મંદિર ના મહંત શ્રી પુનમદાસ ચૌહાણ સાહેબ , શાળા ને જમીન દાનમાં આપનાર દાતા , એસ એમ સી અધ્યક્ષ શ્રી, રચનાત્મક સોસાયટી ના પ્રમુખ, સામાજિક આગેવાન એવા નરેશભાઈ ચાવડા જી, એસ એમ સી અધ્યક્ષ શ્રી તાનસિગ ભાઈ , ગામના આગેવાનો ની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો.
સૌ પ્રથમ દિકરીઓ દ્વારા મહેમાનોનુ સ્વાગત કરવામાં આવ્યું. જે બાદથી દીપ પ્રાગટ્ય મહેમાનોના વરદહસ્તે કરવામાં આવ્યું. ત્યારપછી પ્રાથૅના અને સ્વાગત ગીત શાળા ની વિધાર્થીનીઓ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. જે બાદ સૌ પ્રથમ આંગણવાડી ના બાળકો ને તથા બાલ વાટિકાના બાળકો તથા ધોરણ ૧ માં પ્રવેશ બાળકોને આપવામાં આવ્યો. જેમાં શાળાના શિક્ષિકા બહેન તથા નરેશભાઈ ચાવડા જી, ગામના આગેવાન પૈકી શ્રી જશવંતભાઈ સંગાડા દ્વારા શાળા ના પ્રવેશ પામતા બાળકો ને દફતર તથા શૈક્ષણિક કીટ નું દાન આપવામાં આવ્યું હતું. આ કાયૅક્રમ માં વિશેષ ઉપસ્થિતિ એવા દાહોદ તાલુકા પંચાયત ના એકાઉન્ટ તથા રોટરી ક્લબ ના પ્રમુખ , સામાજિક કાર્યકર તથા એસ એમ સી બોડીના સૌ સભ્યો , નિવૃત્ત શિક્ષિકા બહેન તથા આરોગ્ય વિભાગ ના કમૅચારીઓ, આંગણવાડી ના કમૅચારીઓ, ગામના યુવાનો , બહેનો , માતાઓ તથા સૌ અગ્રગણ્ય નાગરિકો તથા વિધાર્થી મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશોત્સવ બાદથી શાળા માં મહેમાનો ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જ્યારે સમગ્ર કાર્યક્રમ માં સ્વાગત પ્રવચન તથા આભાર વિધિ આચાર્ય શ્રી હરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી. જ્યારે સંચાલન શાળાના ના વિધાર્થી મિત્રો દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાયૅક્રમ માં સ્વચ્છતા ના શપથ જાદવ સર સી એચ ઓ દ્વારા લેવાડવામા આવ્યા હતા આમાં આજનો આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ શાંતિપૂર્ણ તથા સૌ લોકોની સહિયારા પ્રયાસથી તથા ભાગીદારી થકી સફળ રહ્યો હતો જે બદલ શાળા ના આચાર્ય શ્રી એ આભાર વ્યક્ત કર્યો હતો








