
તા.૧૧.જૂન
વાત્સલ્યમ સમાચાર
કાદીર દાઢી.હાલોલ
હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલ સોજોન્સ ટેસ્ક વિકાસ પ્રા.લિમિટેડ કંપનીમાં કાર ના સાયલેન્સરમાં વપરાતી એસએસ ની ૧૫૫૭ પ્લેટો રુ. ૧,૮૭,૦૦૦/- ની ચોરી અંગે હાલોલ પોલીસ મથકે નોંધાતા પોલીસે કંપનીમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે અજાણ્યા ચોર ઇસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી ધરી છે.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ ગોધરા બાયપાસ રોડ ઉપર આવેલ સોજોન્સ ટેસ્ક વિકાસ પ્રા.લિમિટેડ કંપનીમાં કામ કરતા એચ.આર.મેનેજર કિર્તિરાજસિંહ નરેન્દ્રસિંહ ચૌહાણ ને હાલોલ ટાઉન પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે અમારી કંપની એમ.જી કંપનીમાં બનતી કારના સાઇલેન્સર બનાવવાનું કામ કરે છે.તે અંગેનો સામાન તેમની કંપનીના કમ્પાઉન્ડ રાખવામાં આવે છે.કંપનીનો ઓડિટ દરમિયાન માલુમ પડ્યું હતું કે કંપનીનાં કમ્પાઉન્ડમાં રાખેલ કેટલીક એસએસ ની પ્લેટો માં ભૂલ આવે છે.જેને લઇ કંપનીમાં લાગેલા સી.સી.ટીવી કેમેરાની ફૂટેજ તપાસ કરતા તારીખ 6 મે થી 30 મે દરમિયાન કોઈપણ સમયે અમારી કંપનીના દિવાલ ઓળંગી પ્રવેશ કરતા 3 ઈસમો જોવા મળ્યા હતા.તે ચોર ઈસમો એ કંપની કમ્પાઉન્મા રાખેલ સાયલેન્સર મા વપરાતી જુદી જુદી સાઈઝ કુલ ૧૫૫૭ પ્લેટો રૂ ૧,૮૬,૯૧૫/- મત્તાની ચીરી કરી લઇ ગયા હોવાનું જણાઈ આવતા તે ચોર ઈસમો સામે ચોરીનો ગુનો હાલોલ ટાઉન પોલીસમાં નોંધાવતા પોલીસે સી.સી.ટીવી કેમેરા ની ફૂટેજ ના આધારે ત્રણની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










