DANGWAGHAI

ડાંગ: વઘઇનાં કાકરદા ભેંસકાતરીનાં યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી મોંત ને વ્હાલ કર્યું

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ પ્રાપ્ત વિગતો અનુસાર દિલીપભાઈ રમેશભાઈ વળવી રે.કાકરદા તા.વઘઇ જી.ડાંગનાએ આજરોજ કોઈક અગમ્ય કારણોસર ઘરમાં પડેલી ઝેરી દવા પી લીધી હતી.જેની જાણ પરિવારજનોને થતા તેઓએ તુરંત જ સારવારનાં અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.જ્યાં તેઓની હાલત નાજુક જણાતા વધુ સારવારનાં અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અહી ઝેરી દવા દિપીપભાઈ રમેશભાઈ વળવીનાં શરીરમાં પ્રસરી જતા તેનું મોત નિપજ્યુ હતુ.હાલમાં આ આત્મહત્યાનાં બનાવ સંદર્ભે મૃતક યુવાનનાં પિતા રમેશભાઈ વળવીએ વઘઇ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા વઘઇ પોલીસની ટીમે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button