IDARSABARKANTHA

ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોકટર ગઢવીની વાપસી થતાં દર્દી ઓ મા અનેરી ખુશી જોવા મળી

સાબરકાંઠા…

ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં ડોકટર ગઢવીની વાપસી થતાં દર્દી ઓમા અનેરી ખુશી.. આશરે સાત મહિના જેટલો સમય બદલીના કારણે અન્ય જનરલ સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હતાં જૉકે ડો. ગજેન્દ્રસિંહ ગઢવી ફરીવાર ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં બદલી થતાં જનરલ ઓપીડી માં દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે…

સાબરકાંઠા જિલ્લાની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર ગજેન્દ્રસિંહ ગઢવી છેલ્લાં કેટલાંક વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને સારવાર આપી રહ્યા છે..ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર ગજેન્દ્રસિંહ ગઢવી ની ઈડર જનરલ સિવિલ હોસ્પિટલ ખાતેથી જાહેરહિતમાં બદલી કરવામાં આવી હતી અને તેઓ દેલવાડા અને દેશોતર ખાતે પોતાની ફરજ બજાવી રહ્યા હતા.. ત્યારે લોકોની વરચે રહી વર્ષો સુધી ઈડર શહેર અને તાલુકાનાં દર્દીઓની સારવાર કરનાર ડોક્ટરની બદલી થતાં સૌકોઈ દદીઁઓ પોતે નિરાશ થયા હતા.. જૉકે સરકારે સાત મહિના બાદ ડોકટર ગજેન્દ્રસિંહ ગઢવી ને ઈડર સિવિલ હોસ્પિટલમાં ફરી એકવાર ફરજ પર પરત મોકલતા દર્દીઓમાં અનેરી ખૂશી જોવા મળી રહી છે..

 

ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં પહેલા કરતા જનરલ ઓપિડીમાં દદીઁઓ વઘુ આવતાં થયા છે.. ડોકટર ગજેન્દ્રસિંહ ગઢવી સિવિલમાં પરત ફર્યા છે જેણે લઇ ઈડર શહેર તાલુકા ના દદીઁઓ સવારથી લાઈનમાં ઉભા કરી પોતે ગઢવી સાહેબ પાસે ચેકઅપ કરવાની ઇરછા વ્યક્ત કરતાં હોઈ છે.. જ્યારે જનરલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા આર.એમ.ઓ પોતે રાઉન્ડ લેતાં હોય છે ત્યારે ડોકટર ગજેન્દ્રસિંહ ગઢવી પ્રત્યે દર્દીઓનો અનેરો પ્રેમ અને લોક ચાહના જોઈ પોતે આનંદ અનુભવી રહ્યા છે.. હાલ જનરલ સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો. ગઢવી જ્યારે દેશોતર ખાતે ફરજ બજાવતા હતા ત્યારે દદીઁઓ પોતે દવા લેવા તેમજ બતાવવા માટે દેશોતર જનરલ સિવિલ હોસ્પિટલમાં જતાં હતાં.. જોકે થોડાક સમય અગાઉ ઈડર જનરલ સિવિલ હોસ્પિટલમાં ડો. ગઢવી પરત આવ્યાં છે જેણે લઇ હોસ્પિટલમાં આવેલ જનરલ ઓપીડી માં સવાર સાંજ દર્દીઓની લાંબી લાઈન જોવા મળતી હોય છે અને દદીઁઓ પોતે ડો. ગઢવી પાસે સારવાર કરાવી આનંદ અનુભવી રહ્યા છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button