IDARSABARKANTHA

અષાઢી બીજનાં રોજ નીકળશે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્યાએ…

 

અષાઢી બીજનાં રોજ નીકળશે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્યાએ…

 

અષાઢી બીજે નીકળનાર રથયાત્રા ને લઇ ત્યારીઓ પૂરજોશ માં શરૂ…
ભગવાન જગન્નાથ ભાઈ બલરામ બહેન સુભદ્રાજી નાં રથ નવીન બનાવાયા રથયાત્રા ની ત્યારી ઓને લઇ ઈડર નગર ઉત્સવ સમિતિ કરી છે કામકાજો ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા ને લઇ ઈડર શહેરમા ભક્તોમાં અનેરો આનંદ…

ઈડર શહેરનાં માર્ગો પર અષાઢી બીજનાં રોજ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળી ભક્તોને ધર આંગણે દર્શન આપશે.. ૨૫મી રજત જયંતી રથયાત્રાને લઈ નગર ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે… ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી પ્રથમ વાર ત્રણ રથમાં બિરાજમાન થઈ ભક્તોને દર્શન આપશે…

સાબરકાંઠા જિલ્લાનાં ઈડર ખાતે મોટાં રામધ્વારા મદિર ખાતેથી વર્ષ ૧૯૯૯ માં પ્રથમ વખત ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળ્યા હતા.. છેલ્લાં ૨૪ વર્ષથી વર્ષમાં એક્વાર ભગવાન જગન્નાથ ભાઈ બહેન સાથે નિજ મંદિરથી પ્રસ્થાન થઈ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા માટે રથમાં બિરાજમાન થઈ નીકળતા હોય છે.. અષાઢી બીજની આતુરતાપૂર્વક રાહ જોતા ભક્તો આખું વર્ષ ભગવાન ઘર આંગણે પધારે તેની રાહ જોતા હોય છે.. ત્યારે વર્ષ ૨૦૨૩ માં ઈડર ખાતે નીકળનાર રથયાત્રાને ૨૫ વર્ષ પૂર્ણ થતાં ૨૫મી રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી કરી ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી માટે અલગ અલગ નવિન ત્રણ રથ તૈયાર કરાયા છે… ભગવાન જગન્નાથની રથયાત્રામાં ડી.જે, નાશિક ઢોલ, ભજન મંડળ, બેન્ડ, સહિત અખાડાના કરતબો જોડાશે…

 

ભગવાન જગન્નાથની રથયાત્રામાં ઈડર શહેર તેમજ સાબરકાંઠા જિલ્લાના લોકો મોટી સંખ્યામાં ભગવાનનાં દર્શનનો લાભ લેવા આવતાં હોય છે.. ત્યારે ૨૫મી રજત જયંતી મહોત્સવ નિમિત્તે ભગવાનની રથયાત્રા યાદગાર બની રહે તેને લઈને નગર ઉત્સવ સમિતિ દ્વારા અષાઢી બીજનાં ત્રણ દિવસ અગાઉથી વિવિઘ કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે..જેમકે ૧૮ તારીખે રાત્રે મોટા રામધ્વારા મંદીર ખાતે ભવ્ય ડાયરો યોજાશે ૧૯ તારીખે બાઈક રેલી તેમજ રાત્રે રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે.. ૨૦ તારીખે અષાઢી બીજનાં દિવસે સવારે ૧૦ વાગ્યે ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી નવીન રથમાં બિરાજમાન થઈ નગરજનોને ઘર આંગણે દર્શન આપશે.. શહેરમાં નીકળનાર ભગવાન જગન્નાથની ૨૫મી રથયાત્રા નિમિત્તે નગર ઉત્સવ સમિતિ દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.. તેમજ ભગવાનને આંખે પાટા બાંધી વાજતે ગાજતે નિજ મંદિર લાવવામાં આવશે ત્યારે અષાઢી બીજનાં રોજ મંગળા આરતી કરી ભગવાનની આંખોના પાટા ખુલશે અને ભગવાન રથમાં બિરાજમાન થઈ નગર ચર્યાએ નીકળશે…

 

વર્ષોથી શહેરોના માર્ગો પર અષાઢી બીજે નીકળતી રથયાત્રા નિમીતે ભગવાન જગન્નાથજી ભાઈ બલરામ અને સુભદ્રાજી નગર ચર્ચાએ નીકળતાં હોય છે..ભગવાન જગન્નાથની રથયાત્રામાં એટલે કે ભગવાન વૃંદાવન પધારતા હોય છે અને વૃંદાવનથી આ યાત્રાનો પારંભ થતો હોય છે.. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને સુભદ્રાજી સાથે નગરનો નાથ ભક્તોને ઘર આંગણે દર્શન આપવા અષાઢી બીજે રથમાં બિરાજમાન થઈ નીકળતાં હોય છે..રથયાત્રાનાં માધ્યમ થકી ભગવાન વર્ષમાં એક્વાર નિજ મંદિર છોડી રથમાં બિરાજમાન થતાં હોય છે અને ભક્તોના ઘર આંગણે પહોચી તેઓના સુખ દુઃખ જાણતા હોય છે અને ભક્તોની મનોકામના પૂર્ણ કરતા હોય છે.. ત્યારે સવારે નિજ મંદિરથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને પ્રસ્થાન કરી નગરનો નાથ આખો દિવસ શહેરનાં વિવિઘ માર્ગો પરથી પસાર થઈ મોડી સાંજે નિજ મંદિર પરત ફરતા હોય છે…

 

ઈડર શહેરમા સૌ પ્રથમ વખત સ્વામિનારાયણ મંદિર ખાતેથી જગદીશ સ્વામીની આગેવાનીમાં ભગવાનની રથયાત્રા નિકળી હતી અને આજે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનાં ૨૫વર્ષ પૂર્ણ થતાં ૨૫મી રજત જયંતિ મહોત્સવ તરીકે ઉજવણી થઈ છે..ત્યારે આષાઢી બીજે નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રામા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે તેમજ શાન્તિ પુર્ણ માહોલમાં નગરનો નાથ નગર યાત્રા પૂર્ણ કરી ભાઈ બહેન સાથે નિજ મંદિર પરત ફરે તેને લઈ પોલીસ તંત્ર પણ સજ્જ જોવા મળી રહ્યુ છે…

રિપોર્ટર:- જયંતિ પરમાર સાબરકાંઠા

[wptube id="1252022"]
Back to top button