
૪-જૂન
વાત્સલ્યમ્ સમાચાર
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – કચ્છ
‘જેણે જીવનમાં વૃક્ષ ઉછેર્યુ નથી એ તો નિ:સંતાન છે’
મુન્દ્રા કચ્છ :- મનુષ્ય જીવનની સફર લાકડાના ઘોડિયાથી શરૂ થઈ ને લાકડાની નનામી એ ખતમ થાય છે, ઉંમરના બંને પડાવમાં વૃક્ષ મંદિર સરખું પૂજાય છે. જે માણસે જીવનમાં એક પણ વૃક્ષ ઉછેર્યું ના હોય એ મારી દૃષ્ટિ એ ની:સંતાન છે. કવિ શ્રી કલીમર કહે છે કે કવિતા ઓ તો મારા જેવા મૂર્ખાઓ રચે છે પણ વૃક્ષ તો કેવળ પરમેશ્વર જ રચી શકે. અદાણી ફાઉન્ડેશનમાં છેલ્લા 15 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતા કરસનભાઈના મતે ” જે મનુષ્ય વૃક્ષોને પ્રેમ કરતો નથી એ મંદિરે ગમે તેટલી વાર જતો હોય તો પણ નાસ્તિક જ ગણાય.” તેઓ છેલ્લા 10 વર્ષ થી વૃક્ષારોપણ ની ઝુંબેશ ચલાવે છે અને તે પણ લોક ભાગીદારી થી ! અત્યાર સુધી લગભગ 1 લાખ જેટલા વૃક્ષો ના રોપણ અને ઉછેર એમણે કર્યો – કરાવ્યો છે, અને આ વર્ષે તો એક જ વર્ષ ની અંદર 1 લાખ વૃક્ષો વાવવા નો સંકલ્પ લઈ લીધો છે. કરસનના આ સંકલ્પને આજે જન જાગૃતિનો વેગ મળ્યો છે. 2 જૂને અદાણી ફાઉન્ડેશને શરૂ કરેલા પ્રકૃતિ રથને જનતાનો તીવ્ર પ્રતિસાદ મળ્યો છે. કરસન એમના મિત્ર રાજુને લઈને પ્રકૃતિ રથમાં નીકળી પડ્યા છે. રોજ સવારે 8 વાગ્યા થી 1000 રોપા ઓ લઈને નક્કી કરેલા ગામમાં જાય છે અને એ જ વ્યક્તિને આપે છે જે બાહેધરીપત્રક ભરે અને ખાતરી આપે કે વૃક્ષોનું લાલન પાલન કરીશું.આ અદભુત ઝુંબેશમાં બાળકોથી લઈને ઉંમરલાયક વડીલો પણ ઉત્સાહથી ભાગ લઈ રહ્યા છે. બપોર સુધીમાં 1000 રોપાઓ ખતમ થઈ જાય છે અને બપોર પછી બીજા 1000 રોપાઓ લઈને આ પ્રકૃતિ પ્રેમી નીકળી પડે છે. એમના આ ભગીરથ કાર્યમાં સરકારશના સામાજિક વનીકરણ વિભાગનો અભિનવ સહકાર સાંપડ્યો છે. 50000 રોપાઓ સામાજિક વનીકરણ વિભાગના વડાએ વિશ્વાસપૂર્વક આપ્યા છે. જેમાં લીમડો, પીપળો, ગરમાળો, ગુલમહોર, બોરડી, જાંબુ, પીલુડી, બદામ, શેતૂર, આસોપાલવ જેવા વૃક્ષો છે.વૃક્ષ જો ફળાઉ હોય તો ફળ આપે અને ન હોય તો પણ બીજું ઘણું આપે છે. આસોપાલવ ફળ ના આપે પણ જાણે એ નિષ્ફળતા પણ કેવી રળિયામણી ! પ્રત્યેક વૃક્ષ લીલું એરકંડીશનર છે. હું તો કહું કે પરિવારની ખરી ખાનદાની એના વૃક્ષ પ્રેમથી માપી શકાય. જે પરિવાર એકાદ વૃક્ષ ન ઉછેરી શકે એ ઘર માં દીકરી ના લીલાછમ અરમાનો જળવાય એ વાત માં માલ નથી.કરસન ગઢવી દ્વારા શરૂ થયેલી આ લીલીછમ લાગણી ભરી પહેલ ને વધાવતા ફાઉન્ડેશન ના હેડ પંક્તિ બેન કહે છે કે ઉત્ક્રાંતિના ક્રમમાં વૃક્ષો મનુષ્યોથી કરોડો વર્ષ સિનિયર ગણાય. આજે કોઈ ઋષિ ઉપનિષદ રચવાનું વિચારે તો પર્યાવરણ, જૈવ વિવિધતા અને પોષણ કડીના વ્યાપક અર્થમાં “વૃક્ષોપનિષદ” ની રચના કરી શકે. વૃક્ષ મંદિરની છાયામાં બેસેલો મનુષ્ય પ્રેમ કરી શકે પણ કાવતરું તો ન જ ઘડી શકે. આજે સમાજને સુતેલા સંત એવા ઝાડવાની જરૂર છે. કરસનને ધન્યવાદ સાથે શુભેચ્છાઓ કે વર્ષાંતે એમણે કરેલ 1 લાખ વૃક્ષનો વાયદો પૂરો થાય.આ કાર્યને પૂર્ણ કરવા હોંશથી કરસન સાથે ખભેખભા મિલાવીનેને કામ કરતા રાજુ કહે છે ” વૃક્ષ વિનાની પૃથ્વી અને પંખીઑના કલરવ વિનાના આભની કલ્પના તો કરી જુઓ! “પંખી ઓ નો કલરવ એ વૃક્ષોની વાણી છે, કોયલનો ટહુકો એ વૃક્ષો નો વેદમંત્ર છે.અદાણી ફાઉન્ડેશન આ ઉપરાંત વરસાદી પાણીના ટાંકા, ચેકડેમ, તળાવ ઊંડા કરવા, બોર રિચાર્જ, પ્રાકૃતિક ખેતીની વિવિધ તાલીમો, ખારેકના ટિસ્યુ કલ્ચર, બાયોગેસ, પશુ પાલન શિબિર, પશુ આરોગ્ય કેમ્પ, વૈજ્ઞાનિક ઢબે ઘાસચારા ઉછેર અને ટપક પદ્ધતિ માં સહાય જેવા પર્યાવરણ અને જૈવ વિવિધતા માટેના કર્યો કરે છે, જેમાં સરકાર, જન ભાગીદારીની સાથેના ત્રિવેણી સંગમથી ધાર્યુ પરિણામ મળી રહયું છે.આ તો થઈ જમીન અને તેની ઉપર ઊભા આશીર્વાદ સમાં વૃક્ષ મંદિરની વાત! પણ, આ ઉપરાંત અદાણી ફાઉન્ડેશન દરિયા કિનારાના વિસ્તારોમાં ઑક્સિજનનો અભિન્ન સ્ત્રોત ગણાતા એવા ચેરિયા – મેન્ગ્રુવની અલગ-અલગ 3 પ્રજાતિઓના રોપણ અને વ્યવસ્થાપનની કામગીરી કરી છે. લગભગ પાંચ વર્ષ પહેલાં મુન્દ્રાના લુણી બંદરના કિનારે 20 હેકટરમાં દરિયાઈ જૈવ વિવિધતાને ઉતેજન આપવાના હેતુથી શરૂ કરેલા આ અનોખા બાયો ડાયવર્સિટી પાર્કમાં 46 જેટલા કરચલા, પક્ષીઓ, દરિયાઈ પ્રજાતિઓ મેંગ્રુવની ઇકો સિસ્ટમને સાથ આપી રહેલ છે.








