
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ- ડાંગ
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2023 ની યોગ પ્રોટોકલ તાલીમ ગત તા.2જી જૂન 2023 ના રોજ ગલકુંડ વેલનેસ સેન્ટર ખાતે યોજાઇ હતી.
ઉલ્લેખનીય છે કે, દેશના દરેક નાગરિક સ્વસ્થ નિરોગી અને તંદુરસ્ત રહે તે ઉદ્દેશય સાથે ડાંગ જિલ્લાના વિવિધ તાલુકામા યોગ પ્રોટોકલ પ્રેક્ટિસ કરવામા આવી રહી છે.
આ તાલીમ કાર્યક્રમ ઝોન કોઓર્ડિનેટર પ્રીતિબેન પાંડે તથા જિલ્લા યોગ કોઓર્ડિનેટર કમલેશ પત્રેકરના માર્ગદર્શન હેઠળ અને યોગ કોચ સરિતાબેન ભોયે તથા યોગ ટ્રેનર શ્રી રણજીતભાઈ અને સુમનબેન ગાયકવાડ દ્વારા ઓયોજિત કરાયો હતો.
આ પ્રસંગે ડાંગ જિલ્લાના લોકોએ નિ:શુલ્ક શિબિરમા જોડાય, અને પોતાના શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખવા માટે અભ્યાસ કરી બીજા લોકોને પણ યોગ પ્રત્યે જાગૃતિ લાવવાના શપથ ગ્રહણ કર્યા હતા.
[wptube id="1252022"]








