DAHOD

ફતેપુરા પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓ દ્વારા વડસાવિત્રી વ્રતની ઉજવણી કરવામાં આવી

વાત્સલ્યમ્ સમાચાર:- ફતેપુરા

રિપોર્ટર:- જુનેદ પટેલ

 

આજરોજ ફતેપુરા માં સ્ત્રીઓ દ્વારા વ્રત કરી વટ ની પૂજા કરી વટ વિત્રી વ્રત ની ઉજવણી કરી હતી .વડ સાવિત્રી વ્રત નિમિતે હિન્દુ પરંપરા અનુસાર સ્ત્રીઓ દ્વારા પોતાના પતિ ના દીર્ઘાયુ તેમજ સુખી દાંપત્ય જીવન માટે વ્રત કરી અને પૂજા કરવામાં આવે છે.પંચાંગ મુજબ વટ સાવિત્રી વ્રત જયેષ્ઠ માસ ની પૂનમ ના દિવસે કરવામાં આવે છે.આજના રોજ સ્ત્રીઓ દ્વારા વડ ની પૂજા કરવામાં આવે છે . આ વ્રતમાં વટ વૃક્ષને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે . માનવામાં આવે છે કે બ્રહ્મા વડના ઝાડના મૂળમાં , મધ્યમાં વિષ્ણુ અને સામે શિવમાં રહે છે . દેવી સાવિત્રી પણ આ વૃક્ષમાં વસે છે . તેથી વટ સાવિત્રીના વ્રતના દિવસે મહિલાઓ વટના ઝાડની પરિક્રમા કરે છે અને 108 વખત કાચું સૂતર વીંટે છે . આ પછી બધી મહિલાઓ એકસાથે બેસીને સાવિત્રીની કથા સાંભળે છે . કથા સાંભળીને પણ બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે અને પતિની મુશ્કેલીઓ દૂર થાય છે.

[wptube id="1252022"]
Back to top button